સુરત મહાનગરપાલિકાના રાંદેર વેસ્ટ ઝોનમાં ડ્રેનેજ વિભાગની ઓફિસમાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવતો જિજ્ઞેશ નટવરલાલ મોદી 15 હજારની લાંચમાં એસીબીના જાળમાં ફસાયો છે. લાંચીયા આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીનો મહિને 1.10 લાખનો પગાર હોવા છતાં કોન્ટ્રાકટર પાસેથી ડ્રેનેજના જોડાણ મજૂર કરવા માટે 15 હજારની લાંચ છેલ્લા એક અઠવાડિયાથી માંગતો હતો.
જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગના કુલ- ૧૨૦ ફલેટના ડ્રેનેજ જોડાણની કાર્યવાહી માટે રાંદેર ઝોનની કચેરીમાં અરજી કરેલ જે જોડાણો મંજુર કરવાના અવેજપેટે આ કામના આરોપીએ ૧૮,૦૦૦ લાંચની માંગણી ફરીયાદી પાસે કરેલ બાદ રકઝકના અંતે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૧૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર, ફિલ્ડ, એ.સી.બી. સુરત એકમ સુરત નાઓનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૧૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.
આથી કંટાળી પ્લમ્બીંગ કોન્ટ્રાકટરે એસીબીનો સંપર્ક કર્યો હતો. રાંદેર વેસ્ટ ઝોનની ડ્રેનેજ વિભાગની ઓફિસમાં ગુરુવારે એસીબીના સ્ટાફે છટકું ગોઠવી આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીને 15 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડયો હતો.
જિજ્ઞેશ મોદીએ લાંચની રકમ ખિસ્સામાં મુકતાની સાથે એસીબીની એન્ટ્રી પડતા તેનો પસીનો છુટ્ટી ગયો હતો. એસીબીએ મોડીસાંજે પાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ નટવરલાલ મોદી(50)(રહે,મારૂતિ રો હાઉસ,હનીપાર્ક રોડ,અડાજણ)ની સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. આસિસ્ટન્ટ ઈજનેરના નોકરીના 8 વર્ષ બાકી છે.
120 ફલેટો પૈકી એક ફલેટના 150 રૂપિયા નક્કી કરી 18 હજારની લાંચ માંગી હતી
જહાંગીરપુરામાં બિલ્ડરનો એક હાઇરાઇઝ પ્રોજેકટ છે. જેમાં 120 ફલેટ છે. હાઇરાઇઝ પ્રોજેક્ટમાં ડ્રેનેજના જોડાણની કાર્યવાહી માટે રાંદેર ઝોનની કચેરીમાં અરજી કરવામાં આવી હતી. ડ્રેનેજ જોડાણો મંજૂર કરવા માટે પાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીએ એક ફલેટ દીઠ 150 રૂપિયા લેખે 18 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જેમાં રકઝક બાદ અંતે 15 હજારની રકમ આપવાનું નક્કી થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle