ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરના પ્રતાપનગર બ્રિજ(Pratapnagar Bridge) નજીક આજ રોજ બપોરના સમયે એક વૃદ્ધ ST બસની નીચે આવી ગયા હતા. જેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચે તેની પહેલા જ કળસતા વૃદ્ધ તેને ST બસની નીચેથી બહાર કાઢવા માટે રાહદારીઓને સતત હાથ જોડીને આજીજી કરતા રહ્યા હતા.
View this post on Instagram
સલામત સવારી ST બસે વૃદ્ધને અડફેટે લીધા:
વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ નજીક આજ રોજ બપોરે પાદરાના સંગમા ગામનો ગમારસિંગ સનાભાઇ પરમાર નામના એક વૃદ્ધ રસ્તો ઓળંગી રહ્યા હતા. આ સમય દરમિયાન પસાર થઇ રહેલી બસે તેને અડફેટે લેતા વૃદ્ધ બસની નીચે આવી ગયા હતા. અકસ્માત બનતા જ બસના ચાલકે તાત્કાલિક જ બ્રેક મારી દીધી હતી. જેથી ઘાયલ થયેલા વૃદ્ધ બસની નીચે જ પડી રહ્યા હતા. બસની ટક્કરથી ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધ ગમારસિંગ પરમાર રાહદારીઓને હાથ ઊંચા કરી બહાર કાઢવા આજીજી કરતા જોવા મળ્યા હતા. આ કરુણ દ્રશ્યો જોઇને સૌ કોઈ ભાવુક થઇ જશે.
આ અકસ્માત દરમિયાન ત્યાં હાજર એક મહિલા પણ લોકોને આજીજી કરી રહી હતી કે, કોઈક તો બિચારા વૃદ્ધને બહાર કાઢો. જોકે, રાહદારીઓ દ્વારા 108માં જાણ કરી દીધી હોવાને કારણે લોકોએ તેને સમજાવ્યું હતું કે, એમ્બ્યુલન્સ થોડા ક જ સમયમાં આવે જ છે. થોડાક જ સમયમાં એમ્બ્યુલન્સ આવી જતા 108 એમ્બ્યુલન્સના સ્ટાફે વૃદ્ધને કાળજીપૂર્વક બસની નીચેની બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, વાહનોથી ધમધમી રહેલા રોડ પર ST બસે વૃદ્ધને જોરદાર ટક્કર મારતા રોડ પર થોડો સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા હતા. અકસ્માતને જોવા માટે સ્થાનિક લોકોના પણ ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. આ દરમિયાન ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી અને અકસ્માત અંગે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.