હાર્દિક પટેલને નડ્યો અકસ્માત, કોર્પોરેશનના વિપક્ષી નેતા અને જિલ્લા પ્રમુખ સહિત ત્રણને ઇજા

વડોદરા શહેરના કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ BJP કોંગ્રેસ દ્વારા પ્રચાર પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે. આમાં કોંગ્રેસ દ્વારા કરજણ ગામમાં હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય…

વડોદરા શહેરના કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ BJP કોંગ્રેસ દ્વારા પ્રચાર પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે. આમાં કોંગ્રેસ દ્વારા કરજણ ગામમાં હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રચારમાં શરૂ જીપમાંથી પટકાતા વિરોધ પક્ષનાં નેતા તેમજ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ થઈ કુલ 3 વ્યક્તિઓને ઈજા થઇ હતી.

વડોદરા શહેરના કરજણ વિધાનસભાનાં ઉમેદવાર કિરીટ સિંહ જાડેજાનાં સમર્થનમાં કોંગ્રેસે ભવ્ય રોડ શોનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં રેલીનું આયોજન કરવામાં આવતા રેલી ધાવટ ચોકડી કોંગ્રેસ કાર્યાલય વિભાગે થઈ.

વડોદરા શહેરના કરજણ, જુના બજાર, કોટન બ્રિજ, નગરપાલિકા, મેઈન બજારથી થઈને જલારામ નગર સ્થળે પહોંચી હતી. આ રેલીમાં પ્રચાર કરી રહેલા જીપમાં સવાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ વડોદરા શહેર મહાનગર પાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે કુલ ત્રણ વ્યક્તિઓને અકસ્માત નડતા ઇજા થઇ હતી.

રેલીમાં જીપ ચાલુ થતાં જ અચાનક ઝાટકો વાગતા જમીન પર પડ્યા હતા. તેમાં સાગર બ્રહ્મભટ્ટને સાધારણ ઈજા થઇ હતી જ્યારે વિરોધ પક્ષનાં નેતાને પગ તેમજ થાપાનાં ભાગે ઇજા થઇ હતી. જેનાં લીધે વિરોધ પક્ષનાં નેતાને 10 દિવસ સુધી બેડ રેસ્ટનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હોવાની માહિતી જાણવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *