અમદાવાદના રસ્તાઓ ફરી બન્યા લોહી લુહાણ, વિચિત્ર અકસ્માતમાં એકનું મોત…

Ahmedabad Accident: અમદાવાદમાં આજકાલ છાસવારે એકસીડન્ટના બનાવો બનતા રહે છે. વધુ એક એક્સિડન્ટની ઘટના અમદાવાદ સિંધુ રોડ ભવન પર બની હતી. જેમાં 20 ડિસેમ્બરની રાત્રે મેંગો રેસ્ટોરન્ટ નજીક રસ્તો પસાર કરતી વખતે એક ઓડી કાર પાછળ (Ahmedabad Accident) બે બાઈક સવાર યુવકો ઘૂસી ગયા હતા. આ બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે કારચાલકને ફરિયાદી બનાવી કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં બાઇક ચાલક યુવકો ઇજાગ્રસ્ત થયા
ગઈ રાત્રે 10:00 વાગ્યાના આસપાસ એક અકસ્માતની દુર્ઘટના ઘટી હતી, જે અંતર્ગત પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર બનાવવાની વિગત કંઈક એવી છે કે, સિંધુભવન રોડ પર મેંગો રેસ્ટોરન્ટ નજીક રાજસ્થાન પાર્સિંગની બાઈક લઈને બે વ્યક્તિ સ્પીડમાં આવી રહ્યા હતા.

જેમાં રસ્તો ક્રોસ કરતી ગુજરાત પાર્સિંગની ઓડી ગાડી પાછળ આ બાઈક ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકો ત્યાં જ બેભાન થઈ ગયા હતા.

બાઈકનું  પડીકું વળી ગયું હતું
અકસ્માતને લીધે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા.અકસ્માતમાં આ બાઈક નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં પણ મોટું નુકસાન થયું હતું. હાલમાં આ અકસ્માતમાં પોલીસે કારચાલકને આરોપી બનાવી આગળ કાર્યવાહી હાથ ધરી છે.