સુરતથી ભરૂચ જતી ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 3 નાં ઘટનાસ્થળે જ મોત

ગુજરાતમાં સતત બે દિવસ હાઈવે રકત રંજીત બન્યો છે. ગઈકાલના રોજ બગોદરા લીંબડી હાઈવે પર બે ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોનાં મોત નિપજ્યા હતા. ત્યારે આજે ફરી ભરૂચ હાઈવે પર ખાનગી લક્ઝકરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે 15 જેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર, આ ખાનગી લક્ઝરી બસ સુરતથી અમદાવાદ જઇ રહી હતી. ત્યારે નેશનલ હાઈવે 48 ઉપર લુવારાની નજીક લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે હાઈવે પર લોકોની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલાં લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા. પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે હાજર થયો હતો.

સ્થાનિક લોકોએ અને પોલીસે ઈજાગ્રસ્ત લોકોને બસમાંથી બહાર કાઢીને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. પ્રાથમિક જાણકારી પ્રમાણે, આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અને લોકોનાં જણાવ્યા અનુસાર, ટ્રક યુ ટર્ન લઈ રહ્યો હતો ત્યારે બસ સાથે તેની ટક્કર થઈ હતી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *