સુરત: છેલ્લા 8 વર્ષથી માતા-પિતાથી દુર રહી અભ્યાસ કરનાર ધો.10ની વિદ્યાર્થિનીએ A-1 ગ્રેડ મેળવ્યો

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના બોર્ડના પરિણામ આજના દિવસે જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત શહેરના કુલ 350 વિદ્યાર્થીઓએ…

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના બોર્ડના પરિણામ આજના દિવસે જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત શહેરના કુલ 350 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત શહેરની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી પ્રિયાંશી પ્રવીણ બોરડાએ 573 માર્ક્સ સાથે A-1 ગ્રેડ મેળવ્યો છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પ્રિયાંશી છેલ્લા 8 વર્ષથી તેના માતા-પિતાથી દુર રહી તેનો અભ્યાસ કરી રહી છે. ગામડે રહેતા શિક્ષક પિતા અને માતાથી છેલ્લા 8 વર્ષથી દૂર રહેતી પ્રિયાંશી સુરતમાં કાકા સાથે રહી તેનો અભ્યાસ કરી રહી છે.

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના પરિણામમાં સુરત જિલ્લાનું રાજ્યમાં સૌથી વધુ કુલ 74.66 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરતના તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ડંકો વગાડતાં કુલ 350ને A-1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. જે પૈકી આશાદીપ સ્કૂલની ત્રણ બ્રાન્ચમાં ટોટલ 43 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ પૈકી પ્રિયાંશી પ્રવીણ બોરડા પ્રથમ ક્રમે આવી છે. સૌથી વધુ ટકાવારી સાથે પ્રિયાંશીએ 573 માર્ક્સ લાવી ત્રણેય બ્રાન્ચના વિદ્યાર્થીઓને પાછળ મૂકી દીધા છે.

મૂળ ગારીયાધારના પછેગામ ગામના રહેવાસી પ્રવીણ બોરડા પત્ની સાથે રહે છે અને ગામની જ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જ્યારે પ્રવીણભાઈના બંને સંતાન પ્રિયાંશી અને એક પુત્ર છેલ્લા 8 વર્ષથી માતા-પિતાથી દૂર સુરત કાકા સાથે રહે છે. કાકા સાથે રહી અભ્યાસ કરી રહ્યા છે. પ્રિયાંશી પ્રવીણભાઈ બોરડા આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરે છે. વર્ષ 2020માં લેવાયેલી ધોરણ 10ની પરિક્ષામાં ટોપ કરવા માટે મહેનત કરી રહી હતી. જેમાં તે સફળ થઈ છે અને A-1 ગ્રેડ મેળવ્યો છે. તેમના દરેક પરિવારજનોને પ્રિયાંશી પર ખુબ જ ગર્વ થઇ રહ્યું છે.

પ્રિયાંશીને ભણીગણીને નાસામાં જવાની ઈચ્છા છે

પ્રિયાંશીએ જણાવતા કહ્યું હતું કે, મોટો ભાઈ વર્ષ 2020માં લેવાયેલી ધોરણ 12 સાયન્સમાં 65 ટકા સાથે પાસ થયો છે. તે સતત મને પ્રોત્સાહિત કરતો હતો. રોજનું 10 કલાકનું વાંચન કરતી હતી. A-1 ગ્રેડ મેળવવાની ખુશી વ્યક્ત કરતા પ્રિયાંશીએ જણાવતા કહ્યું હતું કે, હવે આગળ સાયન્સ લઈને નાસામાં જવાની ઈચ્છા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *