ગુજરાત: બાઇક-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા નેશનલ હાઇવે પર 3 કિલોમીટર સુધી ટ્રાફિકજામ

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તો, બીજી બાજુ મેઘરાજા પણ મહેરબાન થઈને સર્વત્ર જગ્યાએ વરસી ચુક્યા છે. રાજ્યમાં ઘણી વખત અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. હમણાં થોડાં જ દિવસ પહેલાં ફેદરા નજીક એક અકસ્માત સર્જાયો હતો. આવી જ એક અકસ્માતની ઘટના હાલમાં જ સામે આવી રહી છે.

વડોદરા શહેરમાં આવેલ વાઘોડિયા બ્રિજની નજીક આજ સવારનાં જ બાઇક તથા ટ્રકની વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. જેને કારણે નેશનલ હાઇવે નં-48 પર ખુબ જ ટ્રાફિકજામ પણ જોવાં મળ્યો હતો. અકસ્માતને કારણે કુલ 3 કિમી સુધી લાંબી વાહનોની લાઈનો પણ જોવા મળી હતી.

નેશનલ હાઇવે નં-48 ઉપર વાઘોડિયા બ્રિજની નજીક અકસ્માત સર્જાતાં દુમાડ ચોકડી સુધીની વાહનોની ખુબ જ લાંબી લાઈનો પણ જોવાં મળી હતી. કુલ દોઢ કલાક સુધીનું ટ્રાફિક જામ થતાં વાહનચાલકો પણ ખુબ જ અટવાઇ ગયાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ  ઘટનાસ્થળ પર દોડી આવી હતી.

તેમજ ટ્રાફિકજામને હળવો પણ કર્યો હતો.નેશનલ હાઇવે નં-48 પર પર અકસ્માત સર્જાતાં ટ્રાફિકજામને કારણે વાહનચાલકો પણ ઘણી જ મુશ્કેલીમાં મુકાઈ ગયાં હતાં. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે નેશનલ હાઇવે નં-48 પરથી બાઇક તથા ટ્રકને હટાવવાની કામગીરી પણ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *