Rajasthan Accident: રાજસ્થાનના કરૌલીથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મોડી રાતે એક કાર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થતાં આખો પરિવાર મોતને (Rajasthan Accident) ભેટી ગયો. મૃતકોમાં સામેલ બધા ગુજરાતના છે અને તેઓ રાજસ્થાનમાં કૈલા દેવી મંદિરના દર્શને નીકળ્યા હતા.
કારનું કચ્ચરઘાણ વળી ગયું
માહિતી અનુસાર બસ અને કાર વચ્ચેની ટક્કર એટલી ભીષણ હતી કે કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. સ્થાનિકોની મદદથી પીડિતોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાયા હતા. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.
શું બોલ્યાં અધિકારીઓ?
આ મામલે કરૌલી જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર રમેશ મીણાએ કહ્યું કે તમામ મૃતકો એક જ પરિવારના છે. તેઓ તમામ કૈલા દેવી મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા. આ સાથે બસમાં સવાર અન્ય 15ને પણ ગંભીર ઈજાઓ થઇ છે. જેમની હાલ સારવાર ચાલી રહી છે.
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
આ દુર્ઘટના બાદ કારના ટુકડાં થઈ ગયા હતા. મૃતકોમાં સામેલ લોકો ઈન્દોરના વતની હતા પણ હાલમાં આ પરિવાર ગુજરાતના વડોદરામાં સ્થાયી થયો હતો. જેમાં નયન કુમાર દેશમુખ, પત્ની અનીતા, દીકરો ખુશદેવ, દીકરી મનસ્વી અને સંબંધી પ્રીતિ ભટ્ટ તરીકે થઇ છે. આ બધા લોકોની ઓળખ તેમના આધારકાર્ડના આધારે જાહેર કરાઈ હતી.
મૃતકો ગુજરાતના હોવાનું સામે આવ્યું
જ્યારે મૃતકોના મૃતદેહને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. રામકેશ મીણાએ જણાવ્યું હતુ કે, એક કાર કરૌલીથી ગંગાપુર શહેર તરફ જઈ રહી હતી. તે જ સમયે એક ખાનગી બસ ગંગાપુરથી કરૌલી તરફ આવી રહી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App