લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર બસ અને ટેન્કર વચ્ચે જીવલેણ અકસ્માત; 8 ના મોત, 19 થી વધુ ઘાયલ

Lucknow-Agra Accident: ઉત્તર પ્રદેશના કન્નોજ નજીક લખનઉ-આગરા એક્સપ્રેસવે પર શુક્રવાર બપોરે ડબલ ડેકર સ્લીપર બસ ટેન્કર સાથે અથડાઈને ખીણમાં ખાબકી હતી. દુર્ઘટનામાં આ બસમાં સવાર 8 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જ્યારે 40થી વધારે લોકો ઘાયલ (Lucknow-Agra Accident) થઈ ગયા છે. બસ લખનઉથી દિલ્હી જઈ રહી હતી. ફુલ સ્પીડે આગળ ચાલી રહેલા યૂપીડાને પાણી છાંટતું ટેન્કર અથડાઈને પલટી ગયું. બસ ડ્રાઈવર ઊંઘમાં હોવાના કારણે ભરબપોરે આ દુર્ઘટના થઈ છે. દુર્ઘટના બાદ ત્યાંથી પસાર થઈ રહેલા જળશક્તિ મંત્રી સ્વતંત્રદેવ સિંહે પોતાનો કાફલો અટકાવીને ઘાયલોને બસમાંથી કાઢી યૂપીડા સહિત જિલ્લાના ટોચના અધિકારીઓને સૂચના આપી દીધી.

આ દુર્ઘટનામાં 8 લોકોના મોત
કનૌજના સકરાવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઔરૈયા બોર્ડર પર મિશ્રાબાદ ગામ નજીક દુર્ઘટના થઈ છે. દુર્ઘટના બાદ આજુબાજુના ગામલોકોની ભીડ એકઠી થઈ ગઈ અને પોલીસ સ્ટેશનને ફોર્સ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. એસપીએ જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયા છે.

19 મુસાફરો ઘાયલો થયા છે. મૃતક અને ઘાયલો લખનઉ અને તેની આજુબાજુના રહેવાસી છે. જે દિલ્હી નોકરી માટે જઈ રહ્યા હતા. કન્નૌજ ડીએમ શુભ્રાન્ત કુમાર શુક્લા, એસપી અમિત કુમાર આનંદ અને તિર્વા ધારાસભ્ય કૈલાશ રાજપૂત ઘટનાસ્થળે છે. તમામ ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજમાં દાખલ કર્યા છે.

19 લોકો થયા ઘાયલ
આ સમગ્ર મામલે કન્નૌજના એસપી અમિત કુમાર આનંદે જણાવ્યું કે એક્સપ્રેસ વે પર સ્લીપર બસ અકસ્માતમાં મૃત્યુઆંક 6 થી વધીને 8 થયો છે અને ઘાયલોની સંખ્યા 19 છે. હાલ બચાવ કામગીરી પુરી કરી દેવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી રહી છે.

પોલીસે તપાસ આદરી
આ ઘટના બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. નજીકમાં હાજર લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતને કારણે લખનૌ-આગ્રા એક્સપ્રેસ પણ જામ થઈ ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે બસનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.