ડેડીયાપાડા પાસે કાર-મોટરસાઇકલ વચ્ચે ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ત્રણ લોકોને ભરખી ગયો કાળ

ગુજરાત(Gujarat): રાજ્યમાં વારંવાર અકસ્માત(Accident)ની ઘટના બનતી હોય છે. વાહન ચાલકો ટ્રાફિક અને RTO વિભાગના નિયમો જાણે નેવે મુકી ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વારંવાર અકસ્માત(Accident)ની ઘટના બનતી હોય છે. વાહન ચાલકો ટ્રાફિક અને RTO વિભાગના નિયમો જાણે નેવે મુકી ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક વાહનની ઓવર સ્પીડના કારણે તો ક્યાંય વાહનની ટેકનીકલ ખામીના કારણે દર્દનાક અકસ્માત સર્જાય છે. ત્યારે આજે વહેલી સવારના રોજ જ ડેડીયાપાડા(Dediapada)ના નિગટ(Nighat) ગામ પાસે મોટરસાઈકલ અને ફોરવ્હીલર વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના કમકમાટીભર્યા મોત(3 people died) નીપજ્યાં છે.

મળતી માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિગટ ગામ નજીક મોટરસાઈકલ અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાય જવા પામ્યો હતો. નિગટ ગામ નજીક સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોને કાળ ભરખી ગયો છે. આ દર્દનાક અકસ્માતની જાણ થતાં રાહદારીઓના ટોળે-ટોળા ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા. રાહદારીઓ દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, કારચાલક અકસ્માત સર્જીને બનાવ સ્થળેથી ભાગી ગયા હતા.

મહત્વનું છે કે, પોલીસ દ્વારા કારની તપાસ કરવામાં આવતા કાર અંદરથી બીયરની ખાલી બોટલો પણ મળી આવી હતી. અકસ્માત સમયે કારચાલક નશા હોવાનું સ્થાનિક લોકો દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે. હાલ પોલીસ દ્વારા ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ડેડીયાપાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાથે જ ગુનો નોંધી કારના નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *