ગીરમાં સિંહદર્શને ગયેલા પ્રવાસીઓના જીવ અધ્ધર થઇ ગયા… વાયરલ થયો વિડીયો

જૂનાગઢ(Junagadh): શિકારથી લઈને એશિયાટિક સિંહો(lion) માટે પ્રખ્યાત ગુજરાતના ‘ગીર'(Gir) જંગલમાં સિંહોની મસ્તીના અનેક વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થાય છે. હવે આવું જ એક…

જૂનાગઢ(Junagadh): શિકારથી લઈને એશિયાટિક સિંહો(lion) માટે પ્રખ્યાત ગુજરાતના ‘ગીર'(Gir) જંગલમાં સિંહોની મસ્તીના અનેક વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થાય છે. હવે આવું જ એક દ્રશ્ય દેવલિયા નેશનલ સફારી(Devalia National Safari) પાર્કમાંથી સામે આવ્યું છે. અહીં ત્રણ સિંહણનું ટોળું સફારી કરતા પ્રવાસીઓના રસ્તામાં આવી ગયું હતું.

જીપનું ટાયર કાપવા લાગી સિંહણ 
સિંહોને જોવા માટે નીકળેલા પ્રવાસીઓની અનેક જીપો ગુરુવારે સવારે દેવલિયા નેશનલ પાર્કમાં પહોંચી હતી. આ દરમિયાન ત્રણ સિંહણનું ટોળું પ્રવાસીઓની સામે આવ્યું હતું. સિંહણને આટલી નજીકથી જોઈને પ્રવાસીઓ રોમાંચિત થઈ ગયા હતા.

 

જૂનાગઢમાં આવેલા દેવળિયા સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ જીપ્સીમાં સવાર થઈ સિંહદર્શન કરતા હોય છે. થોડા દિવસ પહેલાં ત્રણથી ચાર જીપ્સી સાથે પ્રવાસીઓ દેવળિયા પાર્કમાં સિંહદર્શન કરી રહ્યા હતા. ત્યારે જ એક સિંહણ જીપ્સીની ખૂબ નજીક આવી ગઈ હતી અને જીપ્સીના ટાયરને બચકાં ભરવા લાગી હતી.

આ ઘટનાને ફોટોગ્રાફર કરીમ કડીવારે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. સિંહણ જીપ્સીના ટાયરને બચકાં ભરવા લાગતા પ્રવાસીઓના જીવ પડીકે બંધાયા હતા. જોકે, થોડીવારમાં જ સિંહણ ત્યાંથી આગળ નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

ફોટોગ્રાફર કરીમ કડીવારે આ દ્રશ્ય કેદ કર્યું  
ફોટોગ્રાફર કરીમ કડીવારે આ અદ્ભુત નજારો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. અન્ય જિપ્સીમાં સવાર પ્રવાસીઓને પણ સિંહણને ખૂબ નજીકથી જોવાનો મોકો મળ્યો. પ્રવાસીઓ માટે કોઈ જોખમ ન હતું કારણ કે જિપ્સીઓ સલામતી ગ્રિલ સાથે ફીટ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *