અમદાવાદમાં પૂરઝડપે આવતી ક્રેટા કાર હવામાં ઊડી એક્ટિવા સાથે અથડાઈ; 2નાં મોત

Ahemdabad Accident: અમદાવાદમાં ફરી એકવાર નશાની હાલતમાં કાર ચલાવતા ડ્રાઇવરે કેર વરસાવ્યો છે. અહીં દહેગામથી નરોડા હાઈવે પર કાર ડિવાઇડર (Ahemdabad Accident) કુદાવી રોંગ સાઇડમાં જતી રહેતા એક્ટિવામાં આવતા બે યુવકને ભયંકર રીતે અડફેટે લીધા હતા. બંને યુવકને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

આ કાર દહેગામથી નરોડા હાઈવે પર જતી હતી. ડ્રાઇવર નરોડાનો રહેવાસી ગોપાલ પટેલ નશાની હાલતમાં હોવાનુ સામે આવ્યુ છે.કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ પણ આરોપ લગાવ્યો છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ હાથ ધરી છે.

બે યુવકોના ઘટનાસ્થળે મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, દહેગામથી નરોડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. સફેદ કલરની ક્રેટા કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. કારે ડિવાઈડર કૂદી ગાડી રોંગ સાઈડ પર જઈને એકટીવા સવાર યુવકોને કચડ્યા હતા. ક્રેટા ચાલકે એકટીવાને એટલી જોરદાર ટક્કર મારી હતી કે બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

કારચાલક નશામાં હોવાના આક્ષેપો
તો બીજી તરફ. ગાડીનો ડ્રાઈવર ગોપાલ પટેલ નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ગોપાલ પટેલ નરોડા વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. હજી ગત અઠવાડિયે જ એક નશામાં ધૂત કાર ચાલકે બોપલ વિસ્તારમાં ચારથી પાંચ ગાડીઓને અડફેટે લીધી હતી, અને ઉપરથી આ કારચાલકે પકડાયા બાદ પણ પોતાનો પાવર બતાવ્યો હતો. ત્યારે હવે ગણતરીના દિવસોમાં બીજો અકસ્માત સર્જાયો છે.

કારચાલક નરોડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું
અકસ્માત બાદ મૃતદેહોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે આરોપી કાર ડ્રાઈવર ગોપાલ પટેલને પકડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કારચાલકનું નામ ગોપાલ પટેલ અને તે નરોડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં 26 વર્ષીય અમિત રાઠોડ અને 27 વર્ષીય વિશાલ રાઠોડનું કમકમાટીભર્યું મોત થયું છે