થરાદ(ગુજરાત): રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બનતા હોય છે. લાખો લોકો આ દરમિયાન પોતાનો જીવ ગુમાવતા હોય છે. તેવામાં થરાદ(Tharad)માંથી પેસેન્જર ભરી ઇકો ગાડી સાથે ગંભીર અકસ્માત(Serious accident with an Echo car full of passengers) સર્જાયો હતો. આ ઇકો કાર માંગરોળ(Mangrol) તરફ જઈ રહી હતી. તે દરમિયાન સોમવારે સાંજના ચાર વાગ્યાની આસપાસ દુધવા-માંગરોળ(Dudhwa-mangrol) વચ્ચે રોડ ઉપર સાંચોર તરફથી આવતા ટેન્કરના ચાલકે સામેથી ઇકો ગાડીને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 5 મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઇકોને ટક્કર મારીને ટેન્કર ચાલક ત્યાંથી ભાગી રહ્યો હતો. ત્યારે લોકોએ તેને થરાદ નજીકથી પકડી પાડ્યો હતો. ત્યારબાદ આ અંગે થરાદ પોલીસ(Tharad Police)ને જાણ કરીને આરોપીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, સોમવારે સાંજે થરાદમાંથી ઇકો ગાડી નંબર જીજે-01-એચટી-2399 પેસેન્જરો ભરીને માંગરોળ તરફ જઈ રહી હતી. તે દરમિયાન દુધવા-માંગરોળ વચ્ચે હાઇવે રોડ પર સાંચોર તરફથી આવતા ટેન્કર નંબર જીજે-12-બીએક્સ-5550 ના ચાલકે ઈકોને જોરદાર ટક્કર મારી હતી. જેને કારણે ઇકો કારનું પડીકું વળી ગયું હતું. આ દરમિયાન ઇકોમાં સવાર મુસાફરો સહિત ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું.
ઇજાગ્રસ્તોને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે મૃતદેહને રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. અકસ્માત બાદ ટેન્કર ચાલક ટેન્કર લઈ ભાગી જવાની તૈયારીમાં હતો. ત્યારે લોકોને આ અંગે જાણ થતાં થરાદમાંથી તેને પકડીને પોલીસને સોપી દીધો હતો.
આ અકસ્માતમાં સેંધાભાઈ મેઘરાજભાઈ પટેલ, રતનાભાઈ ડામરાભાઈ ધમડા, વિજયભાઈ વસરામભાઈ પટેલ, રવારામ રાવતારામ મેઘવાલ, પ્રકાશભાઈ કનૈયાલાલ માજીરાણાના મૃત્યુ પામ્યા છે. આ દરમિયાન અભાભાઈ પથુજી માજીરાણા, ધરમશીભાઇ રવજીભાઇ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.