મહેસાણામાં આઇસર-રીક્ષા વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત

Mehsana Accident: મહેસાણાના કડી તાલુકામાં ઊંટવા ચોકડી નજીક રિક્ષા અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં રિક્ષામાં (Mehsana Accident) સવાર 4 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાટણના રહેવાસી હતા. આ સિવાય રિક્ષામાં સવાર અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં 3 પુરુષ અને 1 મહિલાએ જીવ ગુમાવ્યો છે. દુર્ઘટનાની જાણ થતા કડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી અને આગળની તપાસ હાથ ધરી હતી.

ભયાનક અકસ્માતની ઘટના બની
રિક્ષા નંબર GJ 18 BY 1537 અને આઇસર નંબર GJ 02 ZZ 440 વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં મૃતકોમાં ત્રણ પુરૂષ અને એક મહિલા છે. આ અકસ્માતમાં બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. જેમની સારવાર નજીકની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

આ અકસ્માતની ઘટનાની જાણ કડી પોલીસને કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રિક્ષામાંથી લાશોને બહાર કાઢી પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કડી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ લોકોના મોત થયા
આ અકસ્માતમાં બલોચ ઈમામખાન સાહેબખાન, કમુબેન છનાભાઈ રાવળ, છનાભાઈ માયાભાઈ રાવળના મોત થયા છે. આ સિવાય અન્ય એક પુરુષની ઓળખ હજુ થઈ નથી.જો કે રીક્ષા અને આઇસર વચ્ચે અકસ્માતની જાણ થતા કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.