વડોદરામાં સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સ ટ્રકમાં ઘૂસી જતાં બેનાં મોત, 8 ઘાયલ

Vadodara Accident: રાજ્યમાં બે અલગ-અલગ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં વડોદરામાં (Vadodara Accident) આવેલી ગોલ્ડન ચોકડી પાસે મોડી રાત્રે સુરતથી અમદાવાદ તરફ આવી રહેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે સાત લોકોને ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

ખાનગી ટ્રાવેલ્સ બસ ટ્રકની પાછળ ઘૂસી ગઇ
સુરતથી અમદાવાદ તરફ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે સાત લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

મૃતકના નામ
ચંદુભાઈ સવજીભાઈ કુંભાણી ઉંમર વર્ષ 58 રહે અમદાવાદ, પાર્થ કિશોરભાઈ બાવળિયા ઉંમર વર્ષ 25 રહે અમરેલી આ લોકો મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.

બીજો અકસ્માત મહેસાણા-ઉંઝા હાઇવે પર
રવિવારે મોડી રાત્રે મહેસાણા-ઉંઝા હાઇવે પર સિદ્ધપુરના મક્તુપુર નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બોલતરાથી સુરત તરફ જઇ રહેલી ટ્રાવેલ્સ બસ ટ્રેલર પાછળ ઘૂસી જતાં બે લોકોના મોત નીપજ્યા હતા.

જ્યારે 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને મહેસાણા, ઊંઝા અને ધારપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત મૃત્યું પામેલા લોકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.