Gadhada Accident: ગઢડા નજીક લક્ઝરી બસ અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લક્સરી બસે રિક્ષાને ટક્કર મારતાં એક મુસાફરનું ઘટનાસ્થળે મોત (Gadhada Accident) નીપજ્યું હતું. જ્યારે રિક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા નજીક મેઘવડીયા ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મેઘવડીયા ગામના પાટીયા પાસે ભાવસંગભાઇ મેર મુસાફરોની રાહ જોઇને ઉભા હતા. તે દરમિયાન એક ખાનગી લક્સરી બસે છકડાને અડફેટે લીધો હતો.
આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેની ઓળખ સુભાષભાઇ સાથળીયા (સાળંગપરડા) તરીકે થઇ છે. મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે તપાસ આદરી
જ્યારે આ અકસ્માતમાં છકડા ચાલક ભાવસંગભાઇને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App