રાજકોટ | માતાની મૈયતમાં જઈ રહેલા પુત્રનું અકસ્માતમાં મોત, રિક્ષાને કારે અડફેટે લેતાં 3ને ભરખી ગયો કાળ

Rajkot Rickshow Accident: રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા સમયે હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે, યુસુફભાઈ અનવરભાઈ મુકાદમ રિક્ષામાં (Rajkot Rickshow Accident) બેસીને જતા હતા ત્યારે અમદાવાદ હાઇવે આજીડેમ ચોકડી નજીક અજાણ્યા વાહન દ્વારા રીક્ષાને ઠોકર મારવામાં આવી હતી જેના કારણે રીક્ષાએ પલટી મારતા તેમનું મોત થયું છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને લઈને મૃતકના મૃતદેહને સિવિલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

એક યુવાનનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યું મોત
આ અંગે મળતી માહિતી મુજબ, એક રિક્ષાચાલક ગ્રીનલેન્‍ડ ચોકડીએથી મુસાફરોને બેસાડીને ગોંડલ રોડ ચોકડી તરફ જવા રવાના થયો હતો. ત્‍યારે માર્કેટ યાર્ડ પુલથી આજીડેમ ચોકડી તરફ જતા રસ્‍તે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે એક કાર આવી હતી અને રિક્ષાને અડફેટે લઇ ફરાર થઇ ગઇ હતી.

જેમાં જોરદાર ટક્કર વાગતાં રિક્ષાએ પલટી મારી ગઇ હતી, જેથી અંદર બેઠેલા મુસાફરો પૈકી એક યુવાનનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે 3 મુસાફરને ઇજાઓ થઇ હતી.

માતાની મૈયતમાં જતા યુવકને કાળ ભરખી ગયો
આ યુવક તેની માતાનું મૃત્યુ થતાં તેમની મૈયતમાં સામેલ થવા અમદાવાદથી પોરબંદર જવા નીકળ્‍યો હતો. સવારે 6 વાગ્‍યે ગ્રીનલેન્‍ડ ચોકડીએ પહોંચી ત્‍યાંથી ગોંડલ રોડ ચોકડીએ જવા તે રિક્ષામાં બેઠો હતો અને યાર્ડ નજીક હિટ એન્‍ડ રનમાં તેનું મૃત્‍યુ થયું હતું, જેથી પોરબંદર રહેતાં પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો હતો.