ખેડાના કપડવંજ પાસે ટ્રેલર અને રીક્ષા વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત: 2નાં મોત એકને ઈજા

Kheda Accident: કપડવંજ-આંતરસુબા માર્ગ પર ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત થયા છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલ (Kheda Accident) થયો છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત
કપડવંજ-આંતરસુબા રોડ પર જલોયા તળાવ પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ લોકો પૈકી બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બનાવની જાણ થતા જ આંતરસુબા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બન્ને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે આંતરસુબા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે કાર્યવાહી કરી
અકસ્માતની ઘટના અંગે જાણ થતાં આતરસુંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે આતરસુંબા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. તેમના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.પોલિસ દ્વારા અકસ્માત મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ રીક્ષામાં સવાર મૃતકો કપડવંજ તાલુકાના ભીમપુરા ગામના રહેવાશી હતા.