Godhra Accident: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટના વધતી હોવાનું સામે આવ્યું છે, ત્યારે પંચમહાલમાં ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે. ટ્રક અને બાઈક (Godhra Accident) વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પિતા અને ત્રણ દીકરીના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પિતા અને ત્રણ માસુમ દીકરીના મોત
મળતી માહિતી મુજબ, પંચમહાલના ગોધરા-વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટેલ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ધોધંબા તાલુકાના બોર ગામ વ્યક્તિ પોતાની ત્રણ દીકરી સાથે બાઈક પર લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે ટ્રક ચાલકે અડફેટે લીધી હતા. અકસ્માતની આ ઘટનામાં પિતા અને ત્રણેય માસુમ દીકરીના મોત નીપજ્યા હતા.
અકસ્માત બાદ ટ્રકચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને મૃતકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે પરિવારે પોતાના સ્વજનો ગુમાવતા શોકનો માહોલ છવાયો છે.
આ લોકોના મોત
રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ. 36)
વર્ષા રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ.12)
મનીષા રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ.10)
નયના રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ. 3)
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App