તાપી નિઝર હાઈવે પર બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત; 2 ના ઘટનાસ્થળે જ મોત

Tapi Accident News: અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાના ઉચ્છલ નિઝર હાઇવે પર અકસ્માત સર્જાતા બે વ્યક્તિના કરુણ મોત (Tapi Accident News) નીપજ્યા હતાં. નિઝર તાલુકાના સરવાળા અને દેવાળા ગામ વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.

તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઇવે પર આજે સવારે બે બાઇક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત સરવાડા અને દેવડા ગામ વચ્ચે થયો હતો.

ત્યારે અકસ્માતમાં સરવાળા ગામના દગા વિઠ્ઠલ પટેલ અને દેવાળા ગામના સંદીપ સિતારામ ઠાકરેનું કરુણ મોત થયું હતું. ઘટનાની જાણ નિઝર પોલીસ ને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકઠા થઈ ગયાં હતાં.

જો કે આ ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. બાદમાં આ અંગે પોલીસને તથા 108ની ટીમને જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી.તેમજ ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા.