બે બસ વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, 8 લોકોના દર્દનાક મોત- દ્રશ્યો જોઈને કાળજું કંપી ઉઠશે

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બારાબંકી(Barabanki)માં સોમવારે એટલે કે આજરોજ સવારે એક મોટો અકસ્માત(Accident) થયો હતો. લોની કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણપુર ગામ પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ બે બસો એક બીજા સાથે અથડાઈ હતી. આ અથડામણમાં આઠ લોકોના મોત(Eight people died) થયા છે, જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં કેટલાય મુસાફરો ઘાયલ થયા છે. પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, શુક્રવારે સવારે બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બિહારથી દિલ્હી જઈ રહેલી બે ડબલ ડેકર બસો ટકરાઈ હતી. એક ડબલ ડેકર બસને બીજી ડબલ ડેકર બસે પાછળથી ટક્કર મારી હતી. આ ઘટના પૂર્વાંચલ એક્સપ્રેસ વેના પોઈન્ટ 25 પર બની હતી, જેમાં 8 મુસાફરોના મોત થયા છે અને કેટલાય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીથી બિહાર જતી મોટાભાગની ખાનગી ડબલ ડેકર બસો મુસાફરો સાથે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પરથી જાય છે. શુક્રવારે પણ ઘણી બસો રવાના થઈ હતી. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર જ્યારે આગળની બસ ઉભી રહી ત્યારે તેને પાછળથી વધુ ઝડપે આવતી બીજી ડબલ ડેકર બસે ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ડબલ ડેકર બસના 8 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. બારાબંકી પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર બાદ લખનઉ ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને મૃતકોના પરિવારજનોને સમાચાર મોકલવામાં આવી રહ્યા છે.

બસમાં સવાર એક મુસાફરનું કહેવું છે કે અકસ્માત સવારે લગભગ 4 વાગે થયો હતો, અમે તે સમયે સૂતા હતા, જોરદાર ટક્કર થતાં આંખ ખુલી ત્યારે અમારી બસના ડ્રાઇવરે બીજી બસને ટક્કર મારી. બારાબંકીમાં હોસ્પિટલની બહાર બેઠેલી એક મહિલા રડી રહી છે. તેના પતિનું અવસાન થયું છે. વૃદ્ધ મહિલા તેના પતિ સાથે દિલ્હી જઈ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *