ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત, 5ના મોત

Dholera Bhavnagar Highway Accident: ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. હાઈવે પર બેફામ પણે પસાર થતા ભારે વાહનોને કારણે સર્જાતા (Dholera Bhavnagar Highway Accident) અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે ધોલેરા ભાવનગર રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. જો કે આ ઘટના સર્જાતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરતા જ પોલીસે આગળની તપાસ આદરી છે.

બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત
ધોલરા ભાવનગર રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતાં. ધોલેરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં એક જ દિવસમાં બે જગ્યાએ અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેમાં ચાર લોકોના મોત નિપજયાં છે.

જો કે આ અકસ્માતના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું, રસ્તો લોહિયાળ બન્યો હતો. બાદમાં સ્થાનિકોએ આ અંગે પોલીસ તથા 108ની ટીમને જાણ કરી હતી.

જે બાદ પોલીસ તથા 108ની ટિમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. મૃતકોને પિએમ અર્થે ખસેડ્યા હતા. જયારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવવામાં આવ્યા હતા. જો કે આ ઘટનાના પગલે રસ્તા પર ભારે ટ્રાફિકજમણા દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ પોલીસે ટ્રાફિકને હળવો કર્યો હતો.