સલામત ST ની સવારી બની ‘મોતની સવારી’- નવસારીના ચીખલીમાં બે સરકારી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત તો 25 થી વધારે ઈજાગ્રસ્ત

ST Bus Accident in Navsari : રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો હજી પણ યથાવત ચાલી રહ્યો છે. નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે થયેલા…

ST Bus Accident in Navsari : રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો હજી પણ યથાવત ચાલી રહ્યો છે. નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. નવસારીના ખૂડવેલ ગામના વળાંક નજીક બે સરકારી એસટી બસ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. પીપલખેડ જતી મીની બસ અને ઉમરકુઈ જતી બસ વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પીપલખેડ જતી બસના ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થતા એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ અને આલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા ચીખલી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી. ધારાસભ્ય નરેશ પટેલે ઘાયલોની મુલાકાત લઈ ત્યાંની સ્થિતિ જાણી હતી અને ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે એવી ડોક્ટર સાથે પણ ચર્ચા કરી સૂચના આપી હતી.

આ બનાવની જાણ થતા જ નજીકના ગામના લોકો પણ ત્યાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી પણ હાથ ધરી હતી. બનાવની જાણ એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવતા તે પણ ઘટનાસ્થળે પહોચી હતી અને ઘાયલ મુસાફરોને ચીખલી રેફરલ તેમજ આલીપોર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય નરેશ પટેલને થતા તે પણ હોસ્પિટલ પહોચી ગયા હતા અને ઘાયલોની મુલાકાત લઇને સ્થિતિ જાણી હતી. ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે તે માટે ડોક્ટર સાથે ચર્ચા કરીને સૂચના આપી હતી. આ અકસ્માતમાં પીપલખેડ બસના ચાલકનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *