Jamnagar Accident: જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હિટ એન્ડ રનના બનાવો વધ્યા છે, જેમાં રવિવારે બપોરે ઉમેરો થયો છે. અને વધુ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. કેમિકલ ભરેલા ટેન્કર ચાલકે કાલાવડ (Jamnagar Accident) બાયપાસ ચોકડી પાસે એક એક્સેસ સ્કૂટરના ચાલકને ઠોકરે ચડાવી કચડી નાખતાં અંતરિયાળ મૃત્યુ નિપજ્યું છે. બનાવ બાદ લોકોના ટોળા થયા હતા, તેમજ ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ભારે કસરત કરીને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.
જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના
આ અંગે મળતી માહિતી મુજબ, જામનગર નજીક કાલાવડ બાયપાસ ચોકડી પાસે રવિવારે બપોરે ૧૨.૦૦ વાગ્યાના અરસામાં પુરઝડપે આવી રહેલા જી.જે. 12 બી.વાય. 2754 નંબરના કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે આગળ જઈ રહેલા જી. જે. ૧૦ સી.એ. 4890 નંબરના એક્સેસ સ્કૂટર ના ચાલકને ઠોકરે ચડાવી હડફેટમાં લઈ લીધા હતા.જે અકસ્માતમાં સ્કૂટર ચાલક ટેન્કરના પાછલા જોટા ની નીચે આવીને ચગદાઈ ગયો હતો, અને તેનું બનાવના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું.
ટેન્કર ચાલકે એક યુવકને કચડી નાખ્યો
મૃતક યુવાન કચડાયો હોવાથી તેનું માથું ચગદાયું હતું, અને લોહીના રેલા માર્ગ પર ફેલાયા હતા. જેને કારણે માર્ગ પર બિહામણા દ્રશ્યો સર્જાયા હતા, અને તુરત જ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જે અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક પોતાનું વાહન છોડીને ટેન્કર માંથી છલાંગ લગાવી ભાગી છૂટ્યો હતો.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ ભારે જહમત લઈને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો, ત્યારબાદ ટેન્કર કબજે કરી લઇ તેના ચાલક સામે ગુનો નોંધ્યો છે. અને તેની શોધ ખોળ હાથ ધરી છે. ઉપરાંત મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હજુ 2 દિવસ પહેલા જામનગરમાં એક યુવકનું અકસ્માતમાં મોત થયું
જામનગર નજીક લાખાબાવળ વિસ્તારમાં રહેતો આશુતોષ કુમાર વિજયકુમાર સિંહા નામનો 45 વર્ષનો પરપ્રાંતિય યુવાન કે જે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક દવાની દુકાને દવા લેવા માટે રોડ ક્રોસ કરી રહ્યો હતો, જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક કાર ના ચાલકે તેને હડફેટેમાં લઈ કચડી નાખ્યો હતો, અને ગંભીર ઇજા થવાથી તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતુ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App