થોડા દિવસ પહેલાં જ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આની પહેલા જ પતંગની દોરીથી સમગ્ર રાજ્યમાં મોત થવાનો સિલસિલો સતત ચાલુ થઈ ગયો છે. સૌપ્રથમ મોત રાજકોટમાં નીપજ્યું છે. ઉત્તરાયણમાં પતંગની દોરીથી અનેક લોકો ભોગ બનતા હોય છે ત્યારે આની પહેલા પણ એક પુરૂષ ભોગ બની ચુક્યો છે.
હાલમાં રાજ્યમાં આવેલ બોટાદ જીલ્લામાં પતંગની દોરીથી ભયંકર અકસ્માત સર્જાયો છે કે, જેમાં 1 વ્યક્તિનું કમકમાટીભર્યું મોત થયું છે. આ દુર્ઘટનામાં ચાલકના ગળામાં દોરી વાગતા છકડો પલટી મારી ગયો હતો. ગઢડાના સાળંગપુર રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો છે.
છકડો પલટી મારી જતા મહિલાનું મોત નીપજ્યું હતું. આની સાથે જ કુલ 2 લોકો ઘાયલ થયા છે. મળી રહેલ જાણકારી મુજબ ઉતરાયણનાં તહેવાર પહેલા જ પતંગની દોરીને કારણે અકસ્માત સર્જાયો હોવાંનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઢડાનાં સાળંગપુર રોડ પર આજે પતંગની દોરી વાગવાથી અકસ્માત સર્જાયો હતો.
રોડ પરથી પસાર કરતી વખતે છકડો ચાલકને પતંગનો દોરો મોં પર વાગી જતાં પલટી મારી ગયો હતો. રીક્ષામાં બેસનાર મહિલાનું મોત થયું હતું, જ્યારે બીજા કુલ 2 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં સવાર 60 વર્ષીય લાખુબેન કાનભાઈ ડેકાનીનું ઘટનાસ્થળે મોત થયું હતું.
આની સાથે જ 45 વર્ષીય કાંતુબેન વલ્લભભાઈ તથા 42 વર્ષીય પ્રભાતભાઈ વલ્લભભાઈને ગંભીર ઇજા પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ગઢડા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ રાજકોટમાં આવેલ નાનમૌવા રોડ પર રવિવારની સાંજના સમયે પતંગની દોરીથી ગળુ કપાઈ જતા યુવકનું કમકમાટીભર્યું મોત થયું હતું. સાંજના સમયે એક્ટીવા લઈને વિપુલ બકરાણીયા રોડ પરથી પસાર થતી વખતે તેમની સાથે દુર્ઘટના બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle