ધુમ્મસને લીધે એકસાથે અનેક વાહનો ધડાકાભેર અથડાતાં ઘટનાસ્થળે જ આટલા લોકોના રમી ગયા રામ- જુઓ દ્રશ્યો

સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતની ઘટનાનો સિલસિલો યથાવત જ રહ્યો છે ત્યારે હાલમાં વધુ એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં આવેલ જલપાઈગુડીના ધુપગુરીમાં ધુમ્મસને લીધે અનેક ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી.

આ દુર્ઘટનામાં કુલ 13 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જયારે બીજી બાજુ ગંભીર રીતે ઘાયલ લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક રાહત તથા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘાયલ લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં જયારે બીજી બાજુ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં કુલ 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાઈ રહ્યું છે. જલપાઈગુડીના ASP ડૉ. સુમંત રાયે જાણકારી આપી હતી કે, મંગળવારની રાત્રે ટ્રક માયાનાલથી જઈ રહ્યો હતો. બીજી બાજુ એક ટાટા મેજિક તથા મારૂતિ વાન રોન્ગ સાઇડમાં આવી રહી હતી.

આ દરમિયાન ધુમ્મસને લીધે પહેલા ટ્રક તથા ટાટા મેજિકની ટક્કર થઈ હતી. ત્યારપછી મારૂતિ વાન પણઅથડાઈ હતી.પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા પ્રમાણે અકસ્માત વખતે ટ્રકમાંથી અનેક બોલ્ડર છટકીને બીજી ગાડીઓ પર પડ્યા હતાં. આ મામલામાં પોલીસ દ્વારા ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી છે.

આની સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે, બોલ્ડરથી ભરેલી ટ્રક અન્ય એક ટ્રકને ઓવરટેક કરવાના પ્રયત્ન કરી રહી હતી, જેને લીધે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 18 લોકો ઘાયલ થયા છે જેમને પહેલા ધુપગુડીની એક હૉસ્પિટલ માટે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *