બસ અને SUV વચ્ચે ભીષણ માર્ગ અકસ્માત: વહેલી સવારે 5 લોકોને કાળ ભરખી ગયો

Maharashtra Accident: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આજે સવારે એટલે કે બુધવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત બુલઢાણા (Maharashtra Accident) જિલ્લાના શેગાંવ-ખામગાંવ હાઈવે પર થયો હતો.

આ અકસ્માતમાં બે પેસેન્જર બસ અને એક બોલેરો જીપ એકબીજા સાથે અથડાઈ હતી. દુર્ઘટનામાં ઓછામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં 5 લોકોના મોત થયા હતા
અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત સ્થળની સફાઈ કરી હતી.

ભયાનક અકસ્માતમાં 5ના મોત, 24 ઘાયલ
પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે 5.30 વાગ્યે એક બોલેરો કાર એસટી બસ સાથે અથડાઈ હતી. જે બાદ પાછળથી આવતી એક ખાનગી પેસેન્જર બસ આ અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે.

અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી
ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘાયલોને ખામગાંવની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે, આ ભયાનક અકસ્માત ખરેખર કેવી રીતે થયો અને કોની ભૂલ હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આ અકસ્માતથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.