ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના રાયબરેલી(Raebareli)માં મંગળવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત(Accident) સર્જાયો હતો, જેમાં બે બાળકો સહિત 5 લોકોના મોત(5 people died) થયા છે. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી રેતી હટાવી કારને બહાર કાઢી હતી. કારમાં કુલ 6 લોકો હતા જેમાંથી માત્ર 1 વ્યક્તિનો જ જીવ બચ્યો છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે, જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માત રાયબરેલીના ભદોખાર પોલીસ સ્ટેશનના કુચરિયા ભવ પાસે પ્રયાગરાજ તરફ જતા હાઈવે પર થયો હતો. સામાજિક કાર્યકર મહેન્દ્ર અગ્રવાલનો પુત્ર રાકેશ અગ્રવાલ (45), પત્ની સોનમ અગ્રવાલ (35) અને પુત્ર આદિત્ય (11) આ વિસ્તારના બાબા ઢાબા પર ભોજન માટે ગયા હતા. તેમની સાથે રચિત અગ્રવાલની પત્ની રૂચિકા (35) અને તેમના બે બાળકો રાયસા (9) અને રેયાન (6) હતા. રાત્રે, તે તેની ઇકો સ્પોર્ટ્સ કારમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે મુન્શીગંજ નજીક તેની કાર પર રેતીથી ભરેલું ડમ્પર પલટી ગયું હતું.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર પર પડેલા ડમ્પરને દુર કરાવડાવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા હતા. આ ઘટના અંગે માહિતી આપતા રાયબરેલીના ચીફ મેડિકલ ઓફિસર વીરેન્દ્ર સિંહે જણાવ્યું કે, કાર પર ટ્રક પલટી જવાને કારણે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે માહિતી મળતાની સાથે જ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે અને એકની સારવાર ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે, રાયબરેલીમાં મંગળવારના દિવસે બજાર ધંધા માટે બંધ રહે છે. આવી સ્થિતિમાં જિલ્લાનો વેપારી વર્ગ સામાન્ય રીતે મંગળવારે જમવા માટે બહાર જાય છે. મંગળવારે અગ્રવાલ પરિવારના લોકો પણ બાબાના ધાબા પર ભોજન લેવા પહોંચ્યા હતા. પરંતુ રાત્રે પરત ફરતી વખતે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.