આઠ મહિના બાદ ઘરે પરત ફરી રહેલાં વ્યક્તિને ભરખી ગયો કાળ; ઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માત

Rajasthan Accident: સાઉદી અરબથી ઘરે પાછા ફરી રહેલા એક વ્યક્તિનું રોડ દુર્ઘટનામાં મોત થઈ ગયું છે. આ દુર્ઘટના રાજસ્થાનના જુંજનું જિલ્લાના મંડાવા પોલીસ સ્ટેશન (Rajasthan Accident) વિસ્તારના ઢાંકા કા બાસ પાસે બની હતી. જ્યારે એક સ્વીફ્ટ ડિઝાયર ટેક્સી અને પીકપ સામસામે અથડાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સિકર જિલ્લાના બેરીમાં રહેતા ઓમ પ્રકાશ જાંગીડનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે. ઓમ પ્રકાશ છેલ્લા 20 વર્ષથી સાઉદી અરબમાં સુથારી કામ કરી રહ્યા હતા અને 8 મહિના બાદ ઘરે પાછા આવી રહ્યા હતા.

દુર્ઘટનામાં ઓમ પ્રકાશ સાથે મુસાફરી કરી રહેલ મોહમ્મદ ઉમેદ અને ટેક્સી ચાલક ઘાયલ થઈ ગયા છે. એક બાઈક સવાર પણ દુર્ઘટનાની ઝપેટમાં આવી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. દુર્ઘટના થયા બાદ તમામ ઘાયલોને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. જ્યાં ડોકટરે ઓમ પ્રકાશને મૃત જાહેર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ ઉમેદને સ્થાનિક હોસ્પિટલથી જયપુર રેફર કરવામાં આવ્યો છે, જ્યારે ટેક્સી ચાલકને પ્રાથમિક ઈલાજ બાદ રજા આપવામાં આવી છે.

ઓવરટેક બન્યો દુર્ઘટના નું કારણ
દુર્ઘટનાના કારણ વિશે પોલીસ સ્ટેશનના અધિકારીઓ જણાવ્યું હતું કે ડિઝાયર કાર જુનજુનુથી માંડવા તરફ જઈ રહી હતી અને ઓવરટેક કરી રહી હતી, જ્યારે પીકઅપ વાહન પણ ઓવરટેક કરી રહ્યું હતું. ડિઝાયર કાર રોડવેઝ બસને ઓવરટેક કરી રહી હતી, જ્યારે પીકઅપ ચાલક તેનાથી આગળ ચાલી રહેલ બાઇકને ઓવરટેક કરી રહ્યો હતો. આ દરમિયાન બન્ને વાહનો વચ્ચે અથડામણ થઈ હતી જે ખૂબ ભીષણ હતી.

પરિવારમાં શોકનું મોજુ ફરી મળયુ
ઓમ પ્રકાશના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેમના પરિવારમાં દુઃખનો માહોલ સર્જાયો હતો. તેના પરિવારમાં પત્ની અને બે દીકરાઓ છે, જે તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેઓને તેની જગ્યાએ પિતાનું મૃત શરીર મળ્યું હતું. આ ઘટનાને પગલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.