16 વર્ષની દીકરીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, અકાળે નિધન થતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો પરિવાર

Accident in Kutch: રાજ્યમાં અવાનવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના કચ્છથી સામે આવી છે. જો વાત કરવામાં આવે તો કચ્છ (Accident in Kutch) જીલ્લાના મૂળ રાપર (Rapar) તાલુકાના બાલાસરની અને હાલ સુરત (Surat) નિવાસી કુમારી દીપા વિપુલભાઈ દોશીનું માત્ર 16 વર્ષની દીકરીનું માર્ગ અકસ્માતમાં અકાળે નિધન થતા વાગડ વિસ્તાર અને સુરતમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

મહત્વનું છે કે, દીપા દોશીને શ્રદ્ધાંજલિ આપતા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવતા કહ્યું હતું કે સ્વ.દીપા તેજસ્વી છાત્ર હતી. તેમણે ચાલુ વર્ષમાં જ SSCની બોર્ડની પરીક્ષા આપી હતી.

મળતી માહિતી અનુસાર, ગત પાંચમી મેના સુરત મધ્યે શાળાથી પોતાના ઘરે આવતા મેન રોડ પર અકસ્માત થતા કમકમાટીભર્યું નિધન થયું હતું. દર્દનાક અકસ્માત વખતે 300 થી 400 લોકો ભેગા થઈ ગયા હતા અને ભારે શોકની લાગણી વ્યક્ત કરી હતી.

મહત્વનું છે કે, પ્રાર્થના સભામાં ધારાસભ્યો પૂર્ણેશ મોદી, સુરતના ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ, સાત ચોવીસી સમાજના અગ્રણી લેહરચંદ મહેતા, ભરતભાઇ વોરા, બે ચોવીસી સમાજના પ્રમુખ ચંદુલાલભાઈ સંઘવી તથા જૈન સમાજના વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો, સ્કૂલ પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો વગેરે મોટી સંખ્યામાં લોકો હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *