હવામાન વિભાગે જાહેર કરી સેટેલાઈટ તસ્વીર: ગુજરાતના આ ભાગોમાં આગામી કેટલાક કલાક કપરા

Published on: 12:41 pm, Tue, 30 May 23

ગુજરાત હવામાન વિભાગે (Gujarat Weather Forecast) દ્વારા આગાહી કરવામાં આવી છે અને  સેટેલાઇટ ઈમેજ શેર કરવામાં આવી છે. જે અનુસાર ગુજરાત રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, રાજકોટ, મોરબી, રાજકોટ, મંથન, ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ 30-40 kmph (gusts 50 KMph) ની મહત્તમ સપાટી પવનની ઝડપ સાથે હળવાથી મધ્યમ વરસાદ સાથે હળવા વાવાઝોડાંની સંભાવના છે.

આગામી 3 કલાક દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, રાજકોટ, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા માં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશનાં સૌરાષ્ટ્ર અને બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની (Gujarat Weather Forecast) સંભાવના છે. એટલું જ નહી દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વાતાવરણ સામાન્ય રહેશે..

ગુજરાત આસપાસ વરસાદની ત્રણ સિસ્ટમ ઉભી થઇ

ગુજરાતને અડીને આવેલા ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા 2 દિવસ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદને અમદાવાદમાં ગઈકાલે રમાયેલી IPL ફાઈનલ મેચ પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.

GSEB 12th Board Result નું પરિણામ જાહેર થશે

ગુજરાત બોર્ડનું (GSEB 12th Board Result) ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે. જેમાં આવતીકાલે સવારે 8.00 કલાકે પરિણામ જાહેર કરાશે. જેની સાથે જ વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ જોઇ શકાશે. લાંબા સમયથી વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઇ રહ્યા હતા. ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "હવામાન વિભાગે જાહેર કરી સેટેલાઈટ તસ્વીર: ગુજરાતના આ ભાગોમાં આગામી કેટલાક કલાક કપરા"

Leave a comment

Your email address will not be published.


*