રીલ બનાવવાના ચક્કરમાં બે યુવકો સાથે સર્જાયો ભયંકર અકસ્માત; જુઓ એક્સિડન્ટનો LIVE વિડીયો

Accident LIVE Video: હાલના આ સમયમાં રિલ્સનો ક્રેઝ રોજબરોજ વધી રહ્યો છે. લોકો ફેમસ થવા માટે પોતાના જીવની પણ પરવાહ કરતા નથી અને ખતરનાક રીલ્સ (Accident LIVE Video) બનાવે છે જેનું પરિણામ ક્યારેક મોત પણ આવે છે. આવા લોકોને પોલીસ પકડીને સજા આપે છે એ લોકો સામે જ મોતની ઘટના બને છે.

તો પણ જેના મગજમાં રીલ્સનું ગાંડપણ હોય તેવા લોકો સુધરતાં નથી. જેનું પરિણામ ઘણી વખત અન્ય લોકોને ભોગવવું પડે છે. ત્યારે બિલીમોરા-ધોલાઇ માર્ગ ઉપર રિલ્સ બનાવવામાં બે યુવકોને અકસ્માત નડ્યો છે.

અકસ્માતના સીસીટીવી સામે આવ્યા
આ લોકો સ્ટન્ટ કરીને બસ સોશીયલ મીડિયામાં ફેમસ થવા માંગે છે. ત્યારે હાલમાં નવસારીથી એક હચમચાવી નાખતો અકસ્માત સામે આવ્યો છે. જેનો વિડીયો પણ સામે આવ્યો છે. જ્યાં રિલ્સ બનાવવામાં બે યુવકોને અકસ્માત નડ્યો છે. સ્પીડમાં બાઇક ચલાવવાનો વીડિયો શૂટ કરતા આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે.

યુવકોને અકસ્માતમાં પહોંચી ઇજા
આ અક્સમાત જે યુવકો સાથે થયો તે યુકોમાં એક યુવકનું નામ મેઘ પટેલ અને બીજા યુવકનું નામ આયુષ પટેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે જે ઘટનામાં આયુષ પટેલ અને મેઘ પટેલ નામના યુવકોને ગંભીર ઇજા પહોંચી છે. જો કે આ ઘટા બનતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા,

તેમજ બન્ને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અકસ્માતને લઇને બિલીમોરા પોલીસે તપાસ પણ હાથ ધરી છે.