Aburoad Accident: સિરોહી-આબુરોડ નેશનલ હાઇવે 27 પર આજે વહેલી સવારના સમયમાં એક દુઃખદ માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. આબુરોડ નજીકના (Aburoad Accident) વિસ્તારમાં એ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે અમદાવાદથી જાલોર જઈ રહી એક કાર ટ્રેલર પાછળ ધૂસી ગઈ હતી . આ અકસ્માતના કારણે, એક જ પરિવારના 6 સભ્યોનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. અકસ્માતના સ્થળે ભારે ધડાકા સાથે ટ્રેલર અને કાર વચ્ચે અથડામણ થઈ હતી.
સિરોહી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
આ દુઃખદ ઘટનાની જાણ મળતાં જ સિરોહી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતની ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાને સારવાર માટે સિરોહી હોસ્પિટલ મોકલવામાં આવી હતી. જ્યારે 6 મૃતદેહોને આબુરોડ સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યાં છે. એક જ પરિવારના 6 લોકોના મોત થવાથી અત્યારે પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા
આબુરોડના વિનાયક પેટ્રોલ પંપ નજીક સર્જાયેલા આ અકસ્માતથી નેશનલ હાઇવે 27 પર વધુ સાવધાની રાખવાની આવશ્યકતા વધારવામાં આવી છે. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા અકસ્માતોને રોકવા અને તેવા વધુ ઘટનાઓ ટાળવા માટે કડક પગલાં લેવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો કે, અહીં વારંવાર અકસ્માતો થતા રહે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે 6 લોકોના મોત થયા જેનાથી ઘટના સ્થળ પર પણ લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App