બેસણામાંથી પરત ફરી રહેલા પરીવારને અડધી રાત્રે નડ્યો ગંભીર અકસ્માત, 2 બાળકો સહિત આટલા લોકોના મોત  

આજકાલ માર્ગ અકસ્માતની ઘટના સતત વધી રહી છે. મોટા ભાગના લોકો અકસ્માતમાં પોતાનો જીવ  ગુમાવતા હોય છે. આ દરમિયાન ફરીવાર એક ગંભીર અક્સ્માત સામે આવ્યો છે. જેમાં અંકલેશ્વરથી દમણ ફોઈના બેસણામાં આવેલ 2 પરિવારના સભ્યો દમણ શોક સભામાં હાજરી આપી અંકલેશ્વર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગુંદલાવ ચોકડી નજીક આગળ જઈ રહેલા ટ્રક સાથે ટક્કર લાગવાથી કાર પલટી ગઈ હતી. જેમાં કારમાં સવાર 2 બાળકી અને એક મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રહેતા અલ્તાફ તેની કાર ન. GJ-16-CB-3513 લઈને તેની બહેન અને તેના બાળકો તેમજ અન્ય સંબંધીઓ સાથે દમણ અલતાફની ફોઈબાના બેસણામાં બેસવા આવ્યા હતા. બેસણામાં હાજરી આપી પરિવારના સભ્યો દમણ ફરવા ગયા હતા. જ્યાં ઇન્જોય કરીને રવિવારે રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે આવતા આગળ ચાલતી ટ્રક ન. GJ-15-YY-8889ને કાર ચાલક અલતાફે ટક્કર મારી હતી અને સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈને કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. જેથી કાર ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા સ્ટ્રીટ લાઈનના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

કારમાં સવાર અલ્તાફ, તસ્લિમબેન, મુશકાન, ખુશી, અરમાન સહિત 7 સભ્યો કારમાં સવાર હોવાનું સામે આવ્યું છે. પાછળ આવી રહેલા અન્ય કાર ન. GJ–05-CE-5645માં પાછળ આવી રહેલા પરિવારના સભ્યોએ ગુંદલાવ ચોકડી પાસે ટ્રાફિક જામ જોતા તાપસ કરી હતી અને અલ્તાફની કારનો અકસ્માત થયેલો જોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા.

ત્યારબાદ ઘટનાની જાણ 108 અને રૂરલ પોલીસને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, વલસાડ સિવિલ હોસ્પિટલ અને કસ્તુરબા હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં 2 બાળકો અને એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *