વડોદરા નજીક સર્જાયો ગંભીર અકસ્માત: વહેલી સવારે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ઘટના સ્થળે જ 2ના મોત 

આજકાલ અકસ્માતની ઘટનામાં એટલો વધારો જોવા મળ્યો છે કે, લગભગ 50% લોકોના મૃત્યુ રોડ અકસ્માતમાં થતાં હશે. આ દરમિયાન ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે…

આજકાલ અકસ્માતની ઘટનામાં એટલો વધારો જોવા મળ્યો છે કે, લગભગ 50% લોકોના મૃત્યુ રોડ અકસ્માતમાં થતાં હશે. આ દરમિયાન ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે જેમાં પાદરા નજીક કરજણ રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્ય હતાં.

વડોદરા નજીક આવેલ પાદરા-કરજણ રોડ પર શુક્રવારના રોજ એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. તાંદળજાનો યુવક અને સાવલીની યુવતી પુત્ર સાથે વડોદરાથી કરજણ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પુર ઝડપે કાર ચલાવી રહેલા યુવકે કારના સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવી દીધું હતું અને કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. કાર ઝાડ સાથે અથડાતા કારનો કચ્ચરખાણ વળી ગયો હતો.

ત્યારે આ અકસ્માતમાં કાર ચાલક યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે આશરે 10 વર્ષના કિશોરનો બચાવ થયો હતો. ઘટનાને પગલે કારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, સ્થાનિક લોકો દ્વારા બે જેસીબી મશીનની મદદથી ત્રણેય લોકોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાદરા પોલીસ તથા વડોદરા ફાયર સહિતનું વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું.

જ્યારે ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે કારમાં ફસાયેલા એક 10 વર્ષના બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં બાળક લોકો પાસે બહાર નીકળવા માટે મદદ મદદ માંગી રહ્યો છે. જે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *