વડોદરા-હાલોલ રોડ પર 5 વાહન વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત; દંપતીએ એકસાથે દમ તોડ્યો, 3ને ઈજા

Vadodara Accident: વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં(Vadodara Accident) બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે.

તેમજ આ મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી હતી સાથે જ ફાયર વિભાગ અને 108ની ટિમ પણ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇકો કારણ ચાલકનું મોત
આ અંગે મળતી માહિતી મુજબ બે લોડિંગ ટ્રકો સામાન ભરેલી વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પલટી ખાઈને પડતા ત્રણ વાહનો દબાયા હતા. જેમાં ઓટો રિક્ષા, ઇકો કાર અને કિયા કાર દબાઈ હતી. જેમાં ઇકો કારના ચાલકનું મોત થયું છે. તેમજ કારોનો કચ્ચરઘાણ વળી ગયો છે.તો બીજી તરફ આ અકસ્માતના પગલે હાલોલ તરફથી વડોદરા તરફ જતા તમામ વાહનોને હાઇવે ઉપર આવેલ ભાથીજી મંદિર અને CNG પમ્પ પાસેથી જરોદ ગામમાં અને ગામમાંથી પુનઃ હાઇવે ઉપર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.

દંપતીનું મોત
આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા આ સાથે જ ત્રણ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. તેઓને 108 બોલાવી તેમાં સારવાર અર્થે સીએચસી સેન્ટર જરોદ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ દંપતીનામોતની જાણ થતા તેનો પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો અને ત્યાં જ ભારે આક્રન્દ કર્યું હતું.