અમદાવાદમાં SG હાઈવે પર બે કાર ધડાકાભેર અથડાતાં સર્જાયો ગંભીર અકસ્માત; 2 ના મોત

Ahemdabad Accident: અમદાવાદમાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે એસ. જી. હાઈવે આવેલા પેલેડિયમ મોલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ(Ahemdabad Accident) થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

એક વ્યક્તિનું મોત
મળતી માહિતી અનુસારા, ગત મોડી રાત્રે એસ.જી. હાઈવે પરના પેલેડિયમ મોલ નજીક બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્મતમાં અલ્પેશ ગાગડેકરનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મયુર સિંધી અને કમલ સિંધીને ગંભીર ઈજાઓ પહોંચી હતો. તેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, થોડી દિવસો પહેલા બોપલબ્રિજ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોનાં મોત થયાં હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો.

તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી
અકસ્માત થતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. અકસ્માત કઈ રીતે સર્જાયો તેની પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં 30 વર્ષીય અલ્પેશભાઈ ગાગડેકરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જેમાં મયૂરભાઈ સિંધી નામના 26 વર્ષીય યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.

1લી જુલાઈ અકસ્માતમાં ત્રણ લોકોના મોત
1લી જુલાઈએ શહેરમાં બોપલબ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને પણ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર અન્ય થાર ગાડી સાથે અથડાઈ હતી. જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલી અજીત કાઠી નામની વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલી બે વ્યક્તિનાં મોત થયાં નીપજ્યાં હતા. મળતી માહિતી પ્રમાણે, ફોર્ચ્યુનરની સ્પીડ 200ની હતી. કારનું સ્પીડમીટર 200 પર બંધ થયેલું દેખાય હતું. એફએસએલ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતાં.