Ahmedabad Highway Accident: મુંબઇ-અમદાવાદ હાઇવે પર તલાસરી પાસે બે દિવસ પહેલા તેજ ગતિથી પસાર થતી એક કાર એક રેમ્પ સાથે અથડાયા બાદ ૨૫ ફૂટ ઉંચે હવામાં ઉછળી હોવાનો વીડિયો મોટાપાયે વાયરલ થઇ રહ્યો છે આ ઘટના બાદ સ્થાનિકો (Ahmedabad Highway Accident) અને વાહનચાલકોએ હાઇવેના કોન્ક્રિટીકરણનું કામ કરતી નેશનલ હાઇવે આથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) અને અન્ય એજન્સીઓને આ માટે જવાબદાર ગણાવી હતી અને હાઇવે પર ચાલી રહેલ અણઘડ અને પ્લાનિંગ વગરના કામને લીધે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક અને નાના મોટા અકસ્માતો થતા હોવાનો આરોપ કર્યો હતો.
હચમચાવી નાખતા દ્રશ્યો સામે આવ્યા
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ગુજરાતથી મુંબઈ જઈ રહેલી સ્વિફ્ટ કાર હવામાં ઉડી ગઈ હતી. જો કે ડ્રાઈવરે કાબુ જાળવી રાખતા મોટી દુર્ઘટના ટળી હતી.ત્યારે આ બાબતે વાહનચાલકો અને સ્થાનિકોના દાવાને ફગાવી દેતા એનએચએઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે અહી અમે રેમ્પ સ્થાપિત કર્યા બાદ લોકોને ધ્યાનમાં આવે તે રીતે ‘ગોસ્લો’ અને ‘રેમ્પ અહેડ’ જેવી ચેતવણી આપતા બોર્ડ પણ મૂક્યા છે.
અમૂક લેનમાં અમને કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે તેથી બીજી અન્ય લેનમાં થઇને ટ્રાફિકની અવરજવર થાય છે અને તેથી આ રોડ પર ટ્રાફિકનું નિયમન કરવામાં આવે છે.
વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે
નેશનલ હાઇવે ઓથોરિટીએ આ વર્ષની શરૃઆતમાં એનએચ-48 પર સિમેન્ટ કોક્રિટીંગનું કામ શરૃ કર્યું છે. ઘણા વાહન ચાલકોએ દહિસરથી ગુજરાતની સરહદ નજીક અછાડ સુધીના 121 કિ.મી. લાંબા હાઇવે પર સાઇનબોર્ડનો અભાવ, ખોટા ડિવાઇડર અને અસમથળ (ઉબડખાબડ) વાહનચાલકોને ભારે હાંલાકી ભોગવવી પડે છે.
Palghar, Maharashtra: On the Mumbai-Ahmedabad National Highway, a Swift car traveling from Gujarat to Mumbai to launch 20-25 feet into the air. The driver fortunately maintained control, averting a major accident. pic.twitter.com/oUQFgYYJLA
— IANS (@ians_india) December 12, 2024
અહીંના એક અગ્રણી સમાજ સેવકે એવો આરોપ કર્યો હતો કે આ પટ્ટા પર ઘણી જગ્યાએ વ્હાઇટ ટોપિંગ કરવામાં આવ્યું છે અને રાત્રિના સમયે રેમ્પ્સ નજરે પડતા નથી તેમને શોધવા મુશ્કેલ બનતા હોવાથી અને બે રસ્તા વચ્ચે અસમાન ઉંચાઇને લીધે વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App