પરીક્ષા આપવા જતા ભાઈ-બહેનને સંતરોડ ઓવરબ્રીજ પાસે નડ્યો ગંભીર અકસ્માત- બહેનની નજર સામે ભાઈનું ઉડી ગયું પ્રાણ પંખીડું

Godhra accident: રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. આ ઘટના બંધ થવાનું નામ જ નથી લઈ રહી. અમુક અકસ્માત એટલા ગંભીર હોય…

Godhra accident: રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. આ ઘટના બંધ થવાનું નામ જ નથી લઈ રહી. અમુક અકસ્માત એટલા ગંભીર હોય છે કે અકસ્માતમાં ભોગ બનનાર ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે. તેવી જ એક ઘટના રાજ્યના ગોધરા તાલુકાના બોડિદ્રા બુઝર્ગ ગામે (Godhra accident:) આવેલા વડેળ ફળીયામાં રહેતા ભાઈએ પોતાની બહેનનું ધોરણ 12નું છેલ્લું પેપર હતું એટલે પોતાની બહેનને બાઈક ઉપર બેસાડી પોતાના ઘરેથી મોરવા હડફ તાલુકાના સંતરોડ ઓવરબ્રિજ તરફ જઈ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા વાહનચાલકે બાઈક પર જતા ભાઈ-બહેનને ટક્કર મારી અને તે ટક્કરમાં તે ભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જયારે બહેન ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, રાજ્યના ગોધરા તાલુકાના બોડિદ્રા બુઝર્ગ ગામે આવેલા વડેળ ફળીયામાં રહેતા મનોજકુમાર ફતેસિંહ બારિયાએ મોરવા હડફ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે, તારીખ 26 માર્ચ મંગળવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં 19 વર્ષીય અજયકુમાર કમલેશભાઈ બારીયા અને તેઓના બહેન રવિનાબેન બારીયા પોતાની બાઈક લઈને મોરવા હડફ તાલુકાના સંતરોડ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા.

ત્યારે અજાણ્યા વાહનચાલકે બાઇકસવાર ભાઈ-બહેનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અજય બારિયાને મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેમજ બાઈક પર બેઠેલા રવિનાને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત પછી અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઇને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે મોરવા હડફ પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરુ કરી દેવામાં આવી છે.