Delhi-Mumbai highway accident: રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ફરી એકવાર ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. તે જ સમયે, 5 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે બાંડીકુઈની જિલ્લા સબ હોસ્પિટલમાં(Delhi-Mumbai highway accident) દાખલ કરવામાં આવ્યા હતા.આ અકસ્માત એક ગાયને બચાવવા જતા સર્જાયો હતો.
પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોત
પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લાના બાંડીકુઇ વિસ્તારના અભાનેરીમાં રવિવારે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. કારમાં આઠ લોકો અમદાવાદથી હરિદ્વાર જઈ રહ્યા હતા. ત્યારે અભાનેરી પાસે ગાયને બચાવવાનો પ્રયા કરતી વેળાએ પુરપાટ ઝડપે આવતી કાર કાબુ બહાર જઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોત થયા હતા.
માતાની અસ્થિઓનું વિસર્જન કરવા જતાં અકસ્માત સર્જાયો હતો
પોલીસ સ્ટેશન વિસ્તારના ઉન્નબાડા ગામ પાસે રવિવારે સવારે લગભગ 5 વાગ્યે આ અકસ્માત થયો હતો. અમદાવાદના હસમુખભાઈ મકવાણાના માતા સવિતાબેન 6 મેના રોજ હરિદ્વાર ગયા હતા. જ્યાં તેમનું ગત શનિવારના રોજ નિઘન થયું હતું. માતાની અંતિમવિધિ માટે હસમુખ ભાઈ તેમના પત્ની સીમા બહેન અને પુત્ર અને કાકા મોહનલાલ સહીત અન્ય પરિજનો અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યાં હતા. આ આખો પરિવાર કારમાં ટ્રાવેલ કરી રહ્યો હતો ત્યારે ગાય સામે આવી ગઈ હતી. ગાયને બચાવવા જતા કાર પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ હતી.
આ લોકો મૃત્યુ પામ્યા
ગાડી અથડાતા પરિવારના લોકો કારમાંથી તો બહાર નીકળી ગયા હતા પરંતુ પાછળથી આવેલા ટ્રકે પતિ,પત્ની અને કાકા સહીત ત્રણ લોકોને કચડી નાખ્યા હતા .એ દરમિયાન સર્જાયેલા આ અકસ્માતમાં હસમુખ, (32)તેનાં પત્ની સીમા (30) અને કાકા મોહનલાલ (55)ને ટ્રકે કચડી નાખ્યા, ઘટના સ્થળે જ ત્રણેયે દમ તોડી દીધો હતો. જ્યારે 7 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હતી.
5 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે
અકસ્માતને કારણે વિકૃત મૃતદેહો રસ્તા પર વિખરાયેલા હતા. આવી સ્થિતિમાં કારમાં બેઠેલા અન્ય લોકો ખરાબ રીતે ડરી ગયા હતા. માહિતી મળતાની સાથે જ બાંડીકુઇ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખ્યો હતો. દરમિયાન અકસ્માતમાં ઘાયલ 5 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગત સપ્તાહે 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા
તમને જણાવી દઈએ કે ગયા રવિવારે પણ રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં સીકરથી રણથંભોર આવી રહેલી કારમાં મુસાફરી કરી રહેલા 6 લોકોના મોત થયા હતા. સવાઈમાધોપુર જિલ્લામાં આ દુર્ઘટનાના ત્રણ દિવસ બાદ આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ટ્રક ચાલકે પાછળના વાહનોની પરવા કર્યા વિના સંપૂર્ણ બેદરકારી સાથે અચાનક એલ ટર્ન લીધો હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. જેના કારણે કારમાં સવાર 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App