Nadiyad National Highway Accident: ખેડા જિલ્લાના નડિયાદ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગઈકાલે એક ગોઝારા અકસ્માતમાં(Nadiyad National Highway Accident) બે લોકોના કરૂણ મોત નિપજયા છે. ટ્રક ચાલકે પીજ ચોકડી બ્રીજ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર અથડાવતા ટ્રેક્ટર ચાલક અને ક્લીનરનુ બનાવ સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યું છે. આ બનાવ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના સ્થળે કરૂણ 2ના મોત
નડિયાદ નજીકના પીજ ચોકડી પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર પીજ ચોકડીના બ્રીજ પાસે આજે સોમવારે વહેલી સવારે એક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં આ હાઈવેના પીપલગ ચોકડી તરફથી નડિયાદ તરફની દિશામાં આવી રહેલ ટ્રક નંબર MH 48 BM 9942ના ચાલકે આગળ જઈ રહેલ એક લાકડા ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે પોતાની ટ્રક અથડાવી હતી. જેના કારણે ટ્રેક્ટર ટ્રોલીથી છુટુ પડી ગયુ હતુ અને લાકડા ભરેલ ટ્રોલી રોડ પર જ ઉથલી પડી હતી. જ્યારે ટ્રેક્ટર ચાલક અને ટ્રેકટર પર બેઠેલા અન્ય એક ઈસમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંન્નેના ઘટના સ્થળે કરૂણ મોત નિપજયાં હતાં.
ટ્રકચાલક ટ્રક મૂકીને પલાયન થયો હતો
બનાવ બાદ નડિયાદ પશ્ચિમ પોલીસ અને વસો પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અક્સ્માતની જાણ 108 એમ્બ્યુલન્સ, હાઇવે પેટ્રોલિંગની ટીમને થતાં તે પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ ગમખ્વાર અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક હાઈવે પર મૂકીને પલાયન થઈ ગયો હતો. આ અકસ્માત સર્જાતા ટ્રેકટરના ચાલક હબીબમિયાં અલાઉદ્દીનમીયાં મલેક (ઉંમર આશરે ૪૫ વર્ષ) રહે. ચાંગા, તાલુકો પેટલાદ તથા અર્જુનભાઈ મનુભાઇ સોલંકી (ઉમર ૨૫ વર્ષ)નું ટ્રેક્ટર પરથી નીચે પટકાતા લાકડા નીચે દબાઈ ગયા હતા. જેથી આ બંનેના માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ બનાવ સંદર્ભે નડિયાદ પશ્ચિમ પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને ઇસમોની લાશનો કબજો લઈ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે મહેબૂબમિયાં અલાઉદ્દીનમિયાં મલેક ની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App