સુરતના સચિન ઓવરબ્રિજ પર લોખંડના એંગલ ભરેલા ટ્રેલરમાં એક કાર ઘડાકાભેર ઘૂસી ગઈ હતી. જેમાં કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ભારે જેહમતે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવકે અકસ્માતના પાંચ મિનિટ પહેલાં પત્નીને ફોન કરી જમવાનું તૈયાર કરવા કહ્યું હતું.
સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સૂર્યા પેલેસમાં પ્રતિક સૂર્યકાત પટેલ પરિવાર સાથે રહેતો હતો. ગત રોજ કારમાં ભરૂચથી પલસાણા થઈને સિટીલાઈટમાં આવેલા ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન સચિન ઓવરબ્રિજ પર લોખંડની એંગલ ભરેલા ટ્રેલરમાં તેમની કાર ઘૂસી ગઈ હતી.
ટ્રેલર સાથે અકસ્માતમાં કારની ઉપરની સાઈડનો ભાગ કપાઈને 100 ફૂટ દૂર પડ્યો હતો. જ્યારે કાર ચાલક પ્રતિકનું માથું છુંદાઈ ગયું હતું અને શરીર બાજુની સીટ પર ઢળી પડ્યું હતું. ઘટનાની જાણ થતા પ્રતિકના મામા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસની મદદથી ભારે જહેમતે કારમાં ફસાઈ ગયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.