ગુજરાત સરકાર ‘મા’ અને ‘મા વાત્સ્લય’ યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી કરવા માટે 5 લાખની સહાય કરશે

Published on: 12:56 pm, Sat, 11 May 19

રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ(મા), મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે રૂ.5 લાખ સુધીની કેશલેસ સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ અને થાપાની સર્જરી માટે રૂ. 40,000ની સહાય મળતી હતી.

14 માર્ચથી અમલ

આમ ગુજરાત સરકારે ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાના તમામ લાભાર્થીઓને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળવાપાત્ર રૂ.5 લાખ સુધીની નિયત કરવામાં આવેલી કેશલેસ સારવારનો નિર્ણય કર્યો છે. જેથી 14 માર્ચ 2019થી યોજનાના લાયક લાભાર્થીઓને ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટની સારવાર માટે કેશલેસ લાભ મળશે.

તબીબી અધિકારી પાસેથી પ્રમાણપત્ર લેવુ જરૂરી

હવેથી ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ અને આયુષ્માન ભારત યોજના હેઠળ જે કોઈ લાભાર્થીને ઘૂંટણના રિપ્લેસમેન્ટની જરૂરિયાત હોય તેમને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અથવા તબીબી અધિક્ષકે ચકાસણકી કરી ઘૂંટણ રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જેના આધારે લાભાર્થી યોજના સાથે જોડાયેલી સરકારી કે ખાનગી હોસ્પિટલમાં લાભ મેળવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ગુજરાત સરકાર ‘મા’ અને ‘મા વાત્સ્લય’ યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી કરવા માટે 5 લાખની સહાય કરશે"

Leave a comment

Your email address will not be published.


*