Surat Accident: મરણચીસોથી ગુંજી ઉઠ્યો સુરત-બારડોલી હાઈવે- 3 મહિલા, બે બાળક સહીત એક જ પરિવારના છ લોકોને મળ્યું ધ્રુજાવી દેતું મોત

Surat Accident: અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા સુરત (Surat) શહેરના બારડોલી (Bardoli) નેશનલ હાઈ-વે પર એક ગમખ્વાર…

Surat Accident: અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા સુરત (Surat) શહેરના બારડોલી (Bardoli) નેશનલ હાઈ-વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બારડોલીના બમરોલી નજીક એક કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં છ લોકોના કરુણ મોત નિપજ્યાં છે. 

અકસ્માત સ્થળે જ કારમાં સવાર 6 લોકોના કરુણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ સમગ્ર ઘટનાને પગલે બારડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મેળલી માહિતી અનુસાર સુરત-બારડોલી નેશનલ હાઈવે પર એક કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 

આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ઘટનાસ્થળે જ 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ તરતજ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવી ખાતેનું હોવાનું જાણવા મળ્યું છે. 

મેળેલી માહિતી અનુસાર બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતો, ત્યાં રસ્તામાં કોઈ કારણોસર તેમની કાર ડમ્પર સાથે અથડાઈ હતી અને આ કમકમાટીભર્યા અકસ્માત સર્જાયો હતો. સુરત-બારડોલી નેશનલ હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મહિલા, એક બાળકી,એક પુરુષ અને એક બાળકનું કરુણ મોત થયું છે. હાલ સમગ્ર ઘટનાને પગલે પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *