ફૂલ સ્પીડમાં વાહન ચલાવવું પડ્યું ભારે, યુવા ઉદ્યોગપતિનું થયું માર્ગ અકસ્માતમાં મોત

અવારનવાર દેશમાં ઘણા અકસ્માત થતાં હોય છે. દેશની સરકારે પણ અકસ્માત ને રોકવા કાયદા કાનુન બનવ્યા છે. અને દેશવાસીઓને પણ આ કાયદા કાનુનનું પાલન કરવાનું…

અવારનવાર દેશમાં ઘણા અકસ્માત થતાં હોય છે. દેશની સરકારે પણ અકસ્માત ને રોકવા કાયદા કાનુન બનવ્યા છે. અને દેશવાસીઓને પણ આ કાયદા કાનુનનું પાલન કરવાનું હોય છે.ઘણી વખત બેદરકારીના કારણે પણ અકસ્માત થતા હોય છે.બેદેકારીને કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે.

વડોદરામાં એક યુવા ઉદ્યોગપતિનું દર્દનાક મોત નિપજ્યુ છે. સાફ સફાઈનુ કામ કરતુ વડોદરા કોર્પોરેશનના સ્વીપર મશીન અને ઉદ્યોગપતિની એક્ટિવા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં યુવા ઉદ્યોગપતિ અંકિત પંચાલનું મોત નિપજ્યુ હતું.

વડોદરા શહેરના વડસર બ્રિજ ઉપર મોડી રાત્રે કોર્પોરેશનના સફાઇ મશીનની અડફેટે ઉદ્યોગપતિ યુવાનનું મોત નિપજ્યું છે. યુવા ઉદ્યોગપતિના ઘર પાસે જ યુવાનનું મોત નિપજતાં સન્નાટો છવાઇ ગયો હતો. પોલીસે યુવાનના અકસ્માત માટે યમદૂત સાબિત થયેલ સફાઇ મશીન કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વડસર પાસે આવેલ બી-33, આશ્રય ટેનામેન્ટમાં 26 વર્ષિય અંકિત પ્રકાશચંદ્ર પંચાલ પરિવાર સાથે રહે છે. અને મકરપુરા જી.આઇ.સી.માં કંપની ધરાવે છે. મોડી રાત્રે પોતાની એક્ટીવા લઇ વડસર બ્રિજથી ઘર તરફ આવી રહ્યો હતો. તે સમયે રોડ ઉપર સફાઇ કરતા કોર્પોરેશનના સફાઇ મશીને અંકિતને અડફેટમાં લેતા તેનું અરેરાટી ભર્યું મોત થયું છે.

મકાન પાસે જ અકસ્માતની ઘટના બનતા પરિવારજનો અને સોસાયટીના લોકો સ્થળ પર દોડી ગયા હતા. ઘટના સ્થળે પરિવારજનોના હૈયાફાટ દુઃખે સન્નાટો પાથરી દીધો હતો. અરેરાટીભર્યા બનાવમાં આશાસ્પદ અંકિત પંચાલનું કોર્પોરેશનના સફાઇ મશીનની અડફેટે આવી જતાં નિપજેલા મોતને પગલે લોકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો હતો.

અકસ્માતની ઘટનાને પગલે લોકો મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં માંજલપુર પોલીસ સ્થળ પર પોહચી હતી. પોલીસે મૃતદેહની બોડી લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે. તે સાથે પોલીસે અકસ્માત સર્જાતા સ્થળ પરથી કોર્પોરેશનનું સ્વીપર મશીન કબજે કર્યું હતું. બીજી તરફ પોલીસે કોર્પોરેશનના વાહન ચાલક સામે
અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરના પગલા ભર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *