ખેડૂતપુત્ર નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ- વજન ઘટાડવા મેદાનમાં પગ મુક્યો હતો અને આજે સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે ડંકો

ભારતમાં એવા ઘણા ખેલાડીઓ છે જે દેશનું નામ ઉચું કરી રહ્યા છે. તેમાંથી જ એક છે નીરજ ચોપરા. આ એક એવું નામ છે જેણે ભારતીય એથ્લેટિક્સમાં નવો પ્રાણ પૂર્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને એથ્લેટિક્સમાં મેડલ દાવેદાર તરીકે જોવામાં આવતું ન હતું. પરંતુ, નીરજે જ્યારથી આંતરરાષ્ટ્રીય સ્તરે પગ મૂક્યો ત્યારથી તેણે મોટાભાગે જીત મેળવી છે અને તેની અસર હતી ટોક્યો ઓલિમ્પિક-2020ની શરૂઆત પહેલાથી જ તે ભારત માટે મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા.

ભારતનો એથ્લેટિક્સમાં મેડલ જીતવાનો 121 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ ગઈ છે. નીરજે પોતાની મહેનત દ્વારા આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બરછી ફેંકના આ ખેલાડીનો સમાવેશ આજે વિશ્વના મહાન ખેલાડીઓમાં છે. પરંતુ, એક સમય એવો હતો જ્યારે તે વર્કઆઉટ કરવાનું પણ પસંદ નહોતું. એક સમયે તેનું વજન ઘણું હતું અને આ વજન ઘટાડવા માટે તેણે વર્કઆઉટ શરૂ કર્યું. ત્યારબાદ નસીબ અને તેની મહેનત તેને ટોક્યો ઓલિમ્પિકમાં લાવી.

પાણીપતના ખેડૂત પરિવારમાંથી આવતા આ છોકરાનું વજન શરૂઆતમાં ઘણું હતું. જ્યારે તે 12 વર્ષનો હતો ત્યારે તેનું વજન 90 કિલો જેટલું હતું. આ ભારે વજન ઘટાડવા માટે તેણે તેના શરીર પર સખત મહેનત કરવાનું શરૂ કર્યું. તેના પરિવારને તેના શરીર પર સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યો. ત્યારબાદ તેણે નજર નાંખી શિવાજી સ્ટેડિયમ તરફ અને અહીંથી તેની કારકિર્દીએ એક અલગ વળાંક લીધો.

શિવાજી સ્ટેડિયમમાં તે બરછી ફેંકનાર જય ચૌધરીને મળ્યો. જયે તેને બરછી ફેંકવાનું કહ્યું અને પહેલાં જ પ્રયાસમાં તે નીરજથી પ્રભાવિત થયો અને પછી તેની યાત્રા અહીંથી શરૂ થઈ. જયે ઈન્ડિયા ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “એક દિવસ સાંજે સ્ટેડિયમમાં મેં તેને બરછી ફેંકવાનું કહ્યું. તેણે ફેંક્યું અને તે લગભગ 30-40 મીટરના અંતર સુધી ચાલ્યો મને તેની ફેંકવાની શૈલી સૌથી વધુ ગમી. તે સમયે નીરજનું વજન ઘણું હતું પરંતુ, તેનું શરીર ખૂબ જ લચીલું હતું.

તે 2016માં સમાચારમાં આવ્યો હતો. જ્યારે તેણે IAAF વર્લ્ડ અંડર 20 ચેમ્પિયનશિપ જીતી. તેણે પોલેન્ડમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં 86.48 મીટરનું અંતર કાપીને જુનિયર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે જ નીરજ આ ઇવેન્ટમાં વર્લ્ડ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. બાદમાં નીરજ આગળ વધતો ગયો. તેણે 2017 એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ અને જકાર્તા એશિયન ગેમ્સમાં મેડલ જીતવામાં પણ સફળ રહ્યો હતો.

જેમ દરેક ખેલાડી સાથે થાય તેવું જ નીરજ સાથે પણ થયું છે. ખભાની ઈજાથી નીરજ પરેશાન થયો અને પરિણામ એ આવ્યું કે, તે દોહામાં 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શક્યો નહીં. આ ઈજાએ નીરજની કારકિર્દી પર શંકા પણ ઉભી કરી હતી. શંકા એ હતી કે, નીરજ તેના જૂના રંગમાં દેખાઈ શકશે કે નહીં. નીરજે આ બધી શંકાઓ દૂર કરી. 2020માં નીરજ ફિટ થયો અને દક્ષિણ આફ્રિકામાં ACNWમાં શાનદાર પ્રદર્શન કરીને ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયો. જ્યારે ઓલિમ્પિક ક્વોલિફાઇંગ માર્ક 85 મીટર હતો ત્યારે તેણે 87.86 મીટર થ્રો ફેંક્યો હતો.

નીરજને તેની લય મળી ગઈ હતી અને તેણે ભારતની ઘરેલુ ટુર્નામેન્ટમાં તેનો પુરાવો આપ્યો હતો. ફેડરેશન કપ અને ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ-3માં તેણે જોરદાર પ્રદર્શન કર્યું અને 88.07 મીટર થ્રોનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. ત્યારબાદ નીરજ પાસેથી મેડલની આશા વધુ વધી હતી. નીરજ મેડલ માટે પ્રબળ દાવેદાર તરીકે ટોક્યો પહોંચ્યો હતો. તેણે ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં માત્ર એક જ પ્રયાસ કર્યો અને ફાઇનલમાં જગ્યા બનાવી. 86.65 મીટર થ્રો ફેંકીને નીરજે ફાઇનલની ટિકિટ કાપી હતી. તે એકંદરે પ્રથમ સ્થાને રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *