અમદાવાદમાં અકસ્માતની વણઝાર: બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે એક્ટિવાને ટક્કર મારતાં યુવતીનું મોત

Ahmedabad Accident: અમદાવાદમાં અકસ્માતની વણઝાર હોય તેમ એકબાદ એક અકસ્માત થતા રહે છે,આજે સવારે અમદાવાદના એઈસી ચાર રસ્તા પાસે આવેલા ઓવરબ્રિજ પર એક યુવતી વાહન લઈને જઈ રહી હતી તે દરમિયાન અજાણ્યા વાહને તેને અડફેટે લીધી હતી અને ઘટના સ્થળે(Ahmedabad Accident) તેનું મોત થયું હતુ. તો બીજી તરફ આ ઘટનાના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. જે બાદ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો જહતો. ત્યારે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથધરી છે.

એઈસી બ્રિજ પર થયો અકસ્માત
એઈસી બ્રિજ ઉપરથી આજે સવારે એક યુવતી તેનું એકટિવા લઈને જઈ રહી હતી તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.બ્રિજ પર ટુ વ્હીલર વચ્ચે આવી જતા તેનું મોત થયુ હોવાની આશંકા સેવાઈ રહી છે.

યુવતીને મોઢાના ભાગે અને માથાના ભાગે ઈજા પહોંચી હતી,તો માથાના ભાગેથી લોહી વહી જતા તેને સારવાર મળે તે પહેલા જ મોતને ભેટી હતી.જે બાદ ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને આ અંગે 108 તથા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બ્રિજ વચ્ચે અકસ્માત થયો હોવાના પગલે તાત્કાલિક ટ્રાફિક ન થાય તેના માટે ટ્રાફિક બ્રિજ નીચે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

મોટા વાહને અડફેટે લીધી હોવાની આશંકા
સવારે એક ટુ વ્હીલર યુવતી તેનુ વાહન લઈને એઈસી બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહને તેને અડફેટે લીધી હતી અને તેનુ ઘટના સ્થળે મોત થયુ હતુ.આસપાસના લોકોએ પોલીસને અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી,તો એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધી તો યુવતીએ અંતિમ શ્વાસ લઈ લીધા હતા.તો યુવતીનો મૃતદેહ બ્રિજની વચ્ચે પડી રહ્યો હતો.તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે અને યુવતીના પરિવારજનોને જાણ કરી છે,મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

થલતેજમાં કારની ટક્કરે કિશોરીનું મૃત્યુ
થોડા દિવસ પહેલા જ થલતેજમાં એક નિર્દોષ 16 વર્ષીય સગીરાને એક નબીરાએ મોંઘીદાટ ગાડીથી ટક્કર મારતા કિશોરીનું મોત નિપજ્યુ હતું. થલતેજની સાંદીપની સોસાયટીમાં રહેતી સગીરા સાંજે 4:30 વાગ્યે પોતાના કામથી સોસાયટીમાંથી ચાલીને બહાર નિકળી હતી ત્યારે એક 17 વર્ષીય સગીર ફોર્ચ્યુનર ગાડી લઈને બેફામ રીતે આવી રહ્યો હતો અને ચાલતી જઈ રહેલી સગીરાને ટક્કર મારી હતી. સગીરાને ટક્કર વાગતા જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.