વાસ્તુ શાસ્ત્રના ગ્રંથોમાં ભોજનશાળા એટલે રસોડું ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વરાહમિહિરના જ્યોતિષ ગ્રંથ બૃહત્સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઘરનું રસોડું પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે હોવું જોઇએ. આ સિવાય વાસ્તુમંજરી ગ્રંથ પ્રમાણે રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓ જેમ કે, ચૂલો, પાણી, અનાજ અને અન્ય ભોજનની વસ્તુઓ સાથે જોડાયેલી દિશાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
કાશીના જ્યોતિષાચાર્ય અને વાસ્તુ નિષ્ણાત પં.ગણેશ મિશ્રના જણાવ્યાં મુજબ કોઇપણ ઘરમાં રસોડું અને ત્યાં રાખવામાં આવતી વસ્તુઓની સીધી અસર તે ઘરમાં રહેતાં લોકો ઉપર પડે છે. ઉપરાંત જો રસોડાના કારણે વાસ્તુદોષ હોય તો તે ઘરમાં રહેતાં લોકો ખાસ કરીને ઘરની મહિલાઓ બીમારીઓથી સતત પરેશાન રહે છે. તેમજ રસોડા સાથે જોડાયેલ વાસ્તુદોષ ઉંમર ઘટાડી પણ શકે છે. જો કોઇ ઘરમાં રસોડા સાથે જોડાયેલો કોઇ દોષ ન હોય તો તે ઘરમાં સમૃદ્ધિ આવે છે તેમજ પરિવારના લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
દક્ષિણ-પૂર્વમાં અગ્નિદેવનો વાસ હોય છે
કોઇપણ ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં અગ્નિદેવનો વાસ હોય છે. માટે વાસ્તુશાસ્ત્રમાં આ ખૂણાને અગ્નિ ખૂણો કહેવામાં આવે છે. આ દિશામાં પકવેલું ભોજન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. જેથી ઘરમાં રહેતાં લોકોની ઉંમર વધે છે. આ ઉપરાંત જ્યોતિષના બૃહત્સંહિતા ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે, આ દિશામાં રસોડું હોવાથી તે ઘરમાં રહેતાં લોકો આર્થિક રીતે પણ સમૃદ્ધ હોય છે.
અગ્નિ ખૂણામાં સૂર્ય અને શુક્રનો શુભ પ્રભાવ
વાસ્તુ ગ્રંથો મુજબ અગ્નિ ખૂણાનો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્ર ભોજનને અનેક પ્રકારે તૈયાર કરવામાં મદદગાર માનવામાં આવે છે. જેથી તે પરિવાર, શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મજબૂત થાય છે. અગ્નિ ખૂણામાં બનેલાં રસોડામાં સૂર્યોદય થતાં સૂર્યના કિરણો આવે છે. માટે રસોડામાં કામ કરતા લોકો સ્વાસ્થ્ય રહે છે અને તે જગ્યાએ બનેલું ભોજન પણ પોષ્ટિક હોય છે.
અન્ય ધર્મ ગ્રંથોમાં રસોડા સાથે જોડાયેલી વાતો
મહાભારત, પદ્મ અને વિષ્ણુ પુરાણ મુજબ રસોડામાં ભોજન બનાવવા માટે અને જમવા માટે વપરાતા વાસણ તૂટેલાં હોવા જોઇએ નહીં. ભોજન કરતી સમયે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ હોવું જોઇએ. રસોડામાં બેસીને જ ભોજન કરવું જોઇએ. આ ઉપરાંત આ ગ્રંથ પ્રમાણે ક્યારેય પણ અંધારામાં બેસીને ભોજન કરવું જોઇએ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle