ગુજરાતમાં મેઘરાજા કરશે દે ધનાધન બેટિંગ: વધુ એક વરસાદી સિસ્ટમ થઈ સક્રિય- અંબાલાલ પટેલની આગાહીએ લોકોને ડરાવ્યા

Ambalal patel Rain forcast in gujarat: ગુજરાતમાં વરસાદના પ્રથમ બે રાઉન્ડમાં લગભગ તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ અવિરત વ્હાલ વરસાવી દીધું છે. જેને લઈને રાજ્યના ઘણા નદીનાળાઓમાં પૂર આવ્યા છે તો સ્થાનિક જળાશયમાં પણ વિપુલ જળ રાશિની આવક થઈ છે. સાથે સાથે મેઘમહેરને પગલે ખેડૂતોએ(Ambalal patel Rain forcast in gujarat) પણ વાવણી કરી દીધી છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.

પરિણામે આવનારા ચાર દિવસ સુધી મેઘો ઓળઘોળ રહીને ધનાધન બેટિંગ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હવામાન શાસ્ત્રી આંબલાલ પટેલની આગાહી મુજબ આગામી તારીખ 16 જુલાઈ એટલે કે આવતીકાલથી રાજ્યમાં ફરી મેઘાવી માહોલ બંધાશે અને 19 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા સહિતના વિસ્તારમાં વરસાદ પડશે
કાલે તારીખે 16 જૂલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

વધુમાં તારીખ 17 જૂલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં વરસાદ પડે તેવી શકયતા સેવાઇ રહી છે.

તારીખ 18 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ પાટણ, બનાસકાંઠા, પોરબંદર માથે વરસાદી સક્રિય હોવાથી વરસાદ પડે તેવી શકયતા વ્યક્ત કરી છે.

19 તારીખે આ જિલ્લાઓનો વારો
બીજી બાજુ તારીખ 19 જૂલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને જામનગર, કચ્છ, દ્વારકામાં પણ વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે આગાહીમાં એવા ઘણા જિલ્લાઓ છે જેમાં ચારે ચાર દિવસ મેઘ મહેર જોવા મળે શકે છે તેવુ હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા કરાયેલી આગાહીમાં સ્પષ્ટ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *