12 લોકોનાં જીવ લેનાર નબીરા તથ્ય પટેલે 15 દિવસ પહેલા જ સિંધુભવન રોડ પર એક રેસ્ટોરાંમાં ઘુસાડી હતી થાર

ISKCON Bridge accident in Ahmedabad Tathya Patel: અમદાવાદના તથ્ય પટેલ માટે કાર અકસ્માત કરવો એ કોઈ નાની વાત નથી.ઈસ્કોન બ્રિજ પરનો ગભીર અકસ્માત તથ્ય માટે…

ISKCON Bridge accident in Ahmedabad Tathya Patel: અમદાવાદના તથ્ય પટેલ માટે કાર અકસ્માત કરવો એ કોઈ નાની વાત નથી.ઈસ્કોન બ્રિજ પરનો ગભીર અકસ્માત તથ્ય માટે પહેલો અકસ્માત નથી. પરંતુ તે પિતાના રૂપિયાના જોરે તમામ વાત દબાવી દેતો એવી માનસિકતા ધરાવતો હોવાની વાત સામે આવી રહી છે. (ISKCON Bridge accident in Ahmedabad Tathya Patel)

તથ્ય પટેલે(Tathya Patel) આ અકસ્માત કર્યો એમાં નવ લોકો મોતને ભેટ્યા છે. 15 દિવસ પહેલાંના જ એક સીસીટીવીમાં 3 જુલાઈએ 0093 નંબરની થાર ચલાવતા તેણે સિંધુભવન રોડ પર આવેલી એક રેસ્ટોરાંની દીવાલ તોડી નાખી હતી.આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવે છે અને કાર ડાબી તરફ વળે છે અને રેસ્ટોરાંની દીવાલ તોડી નાખે છે.

ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની તપાસ સાથે જોડાયેલા એક અધિકારીએ મીડિયા રીપોર્ટ સાથે મહત્ત્વની વાત કરી છે. તથ્ય પટેલે આની પહેલા પણ પણ એક અકસ્માત કર્યો હતો. તાજેતરમાં 0093 નંબરની જેગુઆર વડે અકસ્માત કરીને 9 લોકોને કચડી નાખ્યા હતા. જ્યારે 15 દિવસ પહેલાં જ 0093 નંબરની થાર ગાડી વડે અકસ્માત કર્યો હતો. આ અકસ્માત કરીને પણ તથ્ય ભાગી ગયો હતો. પોલીસને અકસ્માતની જાણ થતાં સમાધાન કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં પણ તથ્યએ પૂરપાટ ઝડપે દીવાલ તોડી નાખી હતી. જોકે આ એક્સિડન્ટમાં સામે કોઈ માણસ હોત તો તે પણ કચડાઈ ગયો હતો.

આ આખી ઘટના પોલીસ સામે આવી હતી. તે સમયે તથ્ય પટેલ અને રેસ્ટોરાંના સંચાલકે સમાધાન કરી લીધું હતું. જો એ સમયે પગલાં લેવામાં આવ્યાં હોત તો આજે નવ નિર્દોષનો લોકોનો જીવ બચી ગયો હોત. તે હાલ પોલીસ કસ્ટડીમાં છે ત્યારે આ સમગ્ર વિગત JCP પાસે પણ આવી છે અને જેગુઆર એક્સિડન્ટ કેસની સમગ્ર તપાસમાં આ અકસ્માતને પણ જોડીને તપાસ કરવામાં આવશે એવું તેમણે જણાવ્યું છે.

આ અંગે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર એન એન ચૌધરીએ પણ જણાવ્યું હતું કે, આ અકસ્માત અંગેની વિગત મારી પાસે આવી છે. ભલે આ અકસ્માત સમાધાન થઈ ગયુ હોય પણ આ કેસને મદદ મળશે તે માટે જરૂર પડે તેને પણ જોડીશું.

તથ્ય પટેલે 20 જુલાઈએ 0093 નંબરની જેગુઆર વડે અકસ્માત કરીને 9 લોકોને કચડી નાખ્યા હતા. આની પહેલા 3 જુલાઈએ 0093 નંબરની થાર વડે અકસ્માત કર્યો હતો. ફૂલ ઝડપે કાર દોડાવીને તથ્યએ કાર દીવાલમાં ઘુસાડી દીધી હતી. આ કાર એટલી ઝડપે ઘૂસી કે દીવાલ પણ તૂટી ગઈ હતી. દીવાલ તોડીને કાર રિવર્સ પણ લેવામાં આવી હતી. ત્યાર બાદ તથ્ય કાર લઈને ત્યાંથી ભળી ગયો હતો.

આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે તપાસ પણ શરૂ કરી હતી અને અંતે સમાધાન કરી લેવામાં આવ્યું હતું, જેથી આ અકસ્માતની ચોપડે નોંધ થઈ નથી. આ અકસ્માત મામલે પોલીસ તપાસ થઈ હોત તો એ સમયે પણ તથ્ય નશાની હાલતમાં હતો કે નહિ એ ખબર પડી જાત. એ સમયે પોલીસે તપાસ કરીને કાર્યવાહી કરી હોત તો 20 જુલાઈએ જે ગંભીર અકસ્માત થયો અને 9 લોકોએ જીવ ગુમાવ્યા એ ના થયું હોત. એ દિવસે જ તેની સામે કાર્યવાહી થઈ હોત તો આજે કદાચ તે એ કેસમાં જેલમાં પોહચી ગયો હોત.

પોલીસ દ્વારા જ્યારે તથ્યની સાથે ગાડીમાં બેઠેલા તેના મિત્રોની પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું હતું કે તે લોકોએ તથ્યને ગાડી ઓછી સ્પીડે ચલાવવાનું પણ કહ્યું હતું, પરંતુ તથ્ય તે લોકોની વાત માન્યો નહોતો. તથ્ય એ દિવસે નહિ, પરંતુ હંમેશાં ગાડી આવી જ સ્પીડે જ ચલાવતો હતો. મિત્રો રોકતા છતાં તે ગાડી સ્પીડમાં જ ચલાવતો હતો. તથ્ય પટેલે પણ કબૂલાત કરી હતી કે ગાડીની સ્પીડ 100થી 120 સુધી હતી, પરંતુ આગળ કોઈ દેખાતું નહોતું. અકસ્માત થયો ત્યારે ખબર પડી આગળ લોકો ઊભા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *